સુરતમાં એક ચકચારી ઘટના સામે આવી હતી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક યુવતીએ આત્મહત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી.અને પોલીસને આ અંગે જાણ થતાં ઘટના સ્થળે આવીને પ્રાથમિક તપાસ હાથધરી હતી પોલીસે તપાસ કરતા સ્થળ ઉપરથી સુસાઈડ નોટ મળી આવી હતી.અને જેમાં યુવતીએ મરતા પહેલા પોતાની આપવીતિ વ્યક્ત કરી હતી. યુવતીએ સુસાઈડ નોટમાં પ્રેમીનો ઉલ્લેખ કર્યો હતો. અને મર્યા બાદ પોતાની લાશને પ્રેમીના ઘરે આપી આવવા માટે પણ જણાવ્યું હતું.
કાપોદ્રા વિસ્તારમાં મૂળ ઉમરપાડાની એક યુવતી ભાણેજ સાથે રહેતી હતી. હીરાના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી. અને ગત રોજ સવારે 10 વાગ્યા દરમિયાન એક યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બાબતે જાણ થતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા. પોલીસે યુવતીને સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. પોલીસને યુવતીના ઘરેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી.
યુવતીએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, હું પોતે એક યુવક નામે પટેલ વિશાલ મનહરલાલ સાથે પ્રેમ સબંધ હતો.અને હું અને વિશાલ ચાર વર્ષથી સંબંધમાં હતા. લગ્ન કરવાની લાલચ આપી વિશાલે મારી સાથે સંબંધ બાંધ્યો હતો. પ્રેમીએ મારો ફાયદો ઉઠાવતા હું આજે જીવન છોડી ને જાવ છું. વિશાલ પહેલાથી જ પરિણીત હતા તેમ છતાં મે તેની જોડે સંબંધ રાખ્યો.
તેની પત્નીને અમારા સંબંધની માહિતી હતી તે છતાં એ મને અને વિશાલને સાથ આપતી હતી તેમજ હું આજે આ ગલત કદમ ઉઠાવું છું, મારો ફાયદો ઉઠાવ્યો છે. સુસાઈડ નોટમાં વધુમાં લખ્યું હતું કે વિશાલની પત્ની અને વિશાલે મારી જિંદગી બરબાદ કરી નાંખી, હું બધી રીતે હારી ગઈ છું. એટલે હું મરું તો મારી લાશ મારા ફેમિલિને આપતા પહેલા વિશાલના ઘરે આપી આવજો. તો મારા આત્માને શાંતિ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.