આજે રાજકોટ મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનના પદે અતુલ પંડિત અને વાઇસ ચેરમેન પદે સંગીતાબેન છાયાની વરણી કરવામાં આવી હતી. આ સમારંભમાં ભાજપના નેતાઓ, કાર્યકરો અને હોદ્દેદારો એકઠા થયા હતા. જેમાં દો ગજ કી દૂરીનો સંપૂર્ણ પણે અભાવ જોવા મળ્યો હતો. લ્લેખનીય છે કે રાજકોટમાં હાલ કોરોનાના કેસ હળવા થયા છે પરંતુ આ રીતે સોશિયલ ડિસ્ટન્સનો સંપૂર્ણ પણે ભંગ કરવાથી અવશ્ય સંક્રમણ ફેલાય શકે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ચૂંટણી બાદ કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. છતાં પણ હજી નિયમો બનાવનાર જ નિયમોનું પાલન નથી કરતા તેવા દ્રશ્યો વારંવાર સર્જાઈ છે. રાજ્ય સરકાર દ્વારા એવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો કે, કોઈ પાર્ટી સ્વાગત રેલીના કાર્યક્રમ નહિ કરે ત્યારે રાજ્ય સરકારના ઉપરના નેતાઓના આ આદેશને રાજકોટ ભાજપના કાર્યકરો ઘોળીને પી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે.
આમ જનતા જ્યારે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતી હોય છે ત્યારે આમ જનતાને દંડ તેમજ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે રાજકોટ પોલીસ તેમજ મનપા દ્નારા આવા લોકો સામે પગલાં લેવાશે..?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.