રાજ્ય સરકારના ખૂબ સિનિયર અધિકારીએ કહ્યું કે, મુખ્યમંત્રીએ કહ્યું છે કે કોઈપણ સચિવ હવે દીર્ધસૂત્રી બનીને કામ નહીં. કોઈ ફાઇલ અટકવી જોઈએ નહીં અને ક્યાંય કોઈ મંત્રીને ત્યાં ફાઇલ અટકતી હોય તો તરત જ સીએમઓમાં રિપોર્ટ કરી દેવો. મુખ્યમંત્રીએ દરેક સચિવને 100 દિવસ અને 1000 દિવસના લક્ષ્યાંક તૈયાર કરવા જણાવ્યું છે
News Detail
રાજ્ય સરકારના ખૂબ સિનિયર અધિકારીએ કહ્યું કે, મુખ્યમંત્રીએ કહ્યું છે કે કોઈપણ સચિવ હવે દીર્ધસૂત્રી બનીને કામ નહીં. કોઈ ફાઇલ અટકવી જોઈએ નહીં અને ક્યાંય કોઈ મંત્રીને ત્યાં ફાઇલ અટકતી હોય તો તરત જ સીએમઓમાં રિપોર્ટ કરી દેવો. મુખ્યમંત્રીએ દરેક સચિવને 100 દિવસ અને 1000 દિવસના લક્ષ્યાંક તૈયાર કરવા જણાવ્યું છે. આગામી સો દિવસની અંદર જે પ્રજાલક્ષી કાર્યો ઝડપી અમલ થકી થઇ શકે તેની યાદી તૈયાર કરવાની રહેશે અને તે ઉપરાંત ચૂંટણીની આચારસંહિતાને કારણે અટકી પડેલાં કામો પણ ઝડપથી પૂરા કરવા જણાવાયું છે. જણાવ્યુ કે મુખ્યમંત્રીઅધિકારીએ 1000 દિવસના લક્ષ્યાંક આપ્યાં છે તે જોતાં કહી શકાય કે આવતાં ત્રણ વર્ષના સમયને ધ્યાને રાખીને તેઓ ચાલી રહ્યા છે.
સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી જાન્યુઆરી માસના અંતિમ સપ્તાહમાં સચિવાલયમાં બદલીઓની શક્યતા છે. નવી સરકારના નવા મંત્રીઓને સોંપાયેલા વિભાગ અનુસાર હવે અમુક સચિવોની ફેરબદલી થશે. જે સચિવોની કામગીરી સંતોષજનક નથી રહી તેમને તરત બદલી નાખવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.