મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારના પતન બાદ શિવસેનામાં બે ભાગલા પડી ગયા છે જેમાં એક જૂથ ઉદ્ધવ ઠાકરેનું અને એક ગ્રુપ એકનાથ શિંદેનું છે અને ઉદ્ધવ ગ્રુપના નેતા સંજય રાઉતે કહ્યું, મને પણ ગુવાહાટીની ઓફર થઈ હતી પરંતુ મેં બાલાસાહેબ ઠાકરેને ફોલો કર્યા તેથી હું ત્યાં ન ગયો. જ્યારે સત્ય તમારા પક્ષે હોય તો તમારે ડરવાની શું જરૂર હોય ?
એકનાથ શિંદેની બળવાખોરી અને આના પરિણામ સ્વરૂપ ઉદ્વવ ઠાકરે ના રાજીનામા બાદ શિવસેના હવે રાજકીય બેવડા સંકટમાં ફસાઇ ગઇ છે અને હવે પાર્ટીને ફરી એકવાર મોટો ઝટકો લાગવાની તૈયારી છે જેમાં બીજેપીના એક મોટા નેતાએ દાવો કર્યો છે કે શિવસેનાના સંસદીય દળમાં પણ સમાનાંતર બળવાખોરી થશે. તેમને કહ્યું કે, આ માટે રાષ્ટ્રપતિ પદના મતદાની રાહ જુઓ અને સુત્રો અનુસાર, કમ સે કમ 14 સાંસદો શિવસેનામાંથી બળવાખોરી કરી શકે છે.
શિવસેના સાંસદ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના દીકરા શ્રીકાંત શિંદેની સાથે કેટલાક બીજા સાંસદો શિવસેનામાથી બળવાખોરી કરી શકે છે અને શ્રીકાંત શિંદે પહેલાથી જ પોતાના પિતાના જૂથ સાથે શિવસેનામાથી અલગ પડી ગયો છે. બીજેપીના એક મોટા નેતાએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાનના દિવસે કમ સે કમ 14 સાંસદો શિવસેનામાંથી અલગ થઇને એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના પક્ષમાં મતદાન કરી શકે છે. સાથે જ હાલમાં શિવસેનાના લોકસભામાં 19 અને રાજ્યસભામાં 3 સભ્યો છે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે શિવેસનાના ધારાસભ્યોની બળવાખોરી બાદ થયેલા વિભાજનની અસર લોકસભામાં પણ જોવા મળશે, અને કમ કે કમ 14 સાંસદ શિવસેનામાંથી બળવાખોરી કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.