મારું અપહરણ નહોતું કર્યું કંટાળીને હું મારા સગાને ત્યાં જતો રહ્યો હતો

આપ પાર્ટીએ આ પહેલા કંચન જરીવાલને કિડનેપ કરાયા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારે અહીં ચિત્ર અલગ ઉપસી આવ્યું છે.

News Detail

સુરતના હાઈવોલ્ટેજ ડ્રામામાં એક પછી અલગ અલગ વળાંક જોવા મળી રહ્યા છે. મારું અપહરણ નહોતું કર્યું કંટાળીને હું મારા સગાને ત્યાં જતો રહ્યો હતો તેમ કંચન જરીવાલાએ કહ્યું છે. સુરતમાં ગઈકાલ રાકથી ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામાં સર્જાયો હતો. સુરત પૂર્વ બેઠક પરથી આપના ઉમેદવાર કંચન જરીવાલે ફોર્મ પરત ખેંચ્યું છે. આપ પાર્ટીએ આ પહેલા કંચન જરીવાલને કિડનેપ કરાયા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારે અહીં ચિત્ર અલગ ઉપસી આવ્યું છે.

કંચન જરીવાલાએ કહ્યું કે, હું ઉમેદવાર તરીકે મારા મતવિસ્તારમાં જતો હતો ત્યારે લોકોનું કહેવું હતું કે, આપ પાર્ટીએ રાષ્ટ્રીય વિરોધી પાર્ટી છે. તેમને સાથ સહકાર ના આપો જેથી હું માનસિક તણાવમાં આવી ગયો હતો. આ કારણે હું મારા સગા સબંધીઓને ત્યાં જતો રહ્યો હતો અને મેં ત્યાં જઈ મિટીંગ કરી અને ત્યાંથી ફોર્મ પરત લેવાનું વિચાર્યું હતું.

આપના ઈસુદાન ગઢવી, મનીષ સિસોદીયા સહીતના નેતાઓએ કિડનેપ થયાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આ વાત વચ્ચે કંચન જરીવાલા આજે સુરત ખાતે પોલીસ પ્રોટેક્શન સાથે ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા હતા ત્યારે હોં હા જોવા મળી હતી. કોણ દબાણ જબજસ્તી ફોર્મ પરત ખેંચવાને લઈને કરી રહ્યું છે તેમ પણ આપ સમર્થકોએ કહ્યું હતું. જો કે, છેવટે કંચન જરીવાલે સ્પષ્ટતા કરી છે કે, મારું અપહરણ નહોતું કર્યું કંટાળીને હું મારા સગાને ત્યાં જતો રહ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.