હું કદી કોઇ ફેમિલી સાથે ન જોઇ શકાય એવી ફિલ્મ નહીં કરું જાણો ક્યાં દિગ્ગજ અભિનેતાએ આવું કહ્યું??

બોલીવુડનો સુપરસ્ટાર અક્ષય કુમાર એક વર્ષમાં ઘણી ફિલ્મ બનાવે છે. રોમેન્ટિક, એક્શન અને કોમેડી ફિલ્મોથી દર્શકોનું દિલ જીતી લેનારો અક્ષય કુમાર વધુ કમાણી કરતા સેલેબ્સની લિસ્ટમાં પણ શામેલ છે. હાલના દિવસોમાં અક્ષય કુમાર પોતાની ફિલ્મ રક્ષાબંધનને લઇને ચર્ચાનો વિષય બન્યો છે. આ ફિલ્મ 11મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે અને આ દરમિયાન હાલમાં જ ખેલાડી કુમારે એક ઇન્ટર્વ્યુમાં કહ્યું કે, તે એવી ફિલ્મ બનાવે છે કે, જેને ફેમેલી સાથે બેસીને જોઇ શકાય.

હાલમાં જ અક્ષય કુમારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું અલગ અલગ રીતની ફિલ્મોમાં પોતાનો હાથ અજમાવવા માગુ છું. હું કોઇ રીતના રોલમાં બંધાવા નથી માગતો, પણ હું એક વસ્તુ સુનિશ્ચિત કરીશ કે, હું જે ફિલ્મ બનાવું તે પારિવારિક અને મનોરંજન વાળી હોય આ ઉપરાંત અભિનેતાએ એ પણ કહ્યું કે, તે કદી વાહિયાત ફિલ્મ સાથે જોડાવા નથી માગતો.

અક્ષય કુમારે આગળ કહ્યું કે, હું કદી વાહિયાત ફિલ્મમાં કામ કરવા ન માગીશ. પછી તે સાઇકો થ્રિલર ફિલ્મ કે, સોશિયલ ડ્રામા ફિલ્મ જ કેમ ન હોય. મારી દરેક ફિલ્મોને પરિવાર સાથે કોઇપણ જાતના સંકોચ વિના જોઇ શકાય છે અને હું એ વાતનો ખ્યાલ રાખું છું કે, ફિલ્મનો મેસેજ અને દરેક સીન એવો હોય કે જે, પારિવારિક દર્શકોનું મનોરંજન કરે.

અક્ષય કુમારની આગામી ફિલ્મ રક્ષાબંધન એક પારિવારિક ફિલ્મ છે. આ પહેલા પણ અતરંગી રે, સુર્યવંશી, ગુડ ન્યૂઝ અને મિશન મંગળ, ટોઇલેટ – એક પ્રેમ કથા, જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે અને અક્ષય કુમારે આગળ કહ્યું કે, ફિલ્મ રક્ષાબંધન સમાજ અને આપણા પરિવારો માટે એક જરૂરી ફિલ્મ છે, જે ભાઇ બહેનના સંબંધો વિશે છે.

ફિલ્મ રક્ષાબંધન આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક એવા ભાઇની ભૂમિકા ભજવી રહ્યો છે કે, જે પોતાની ચાર બહેનોના લગ્ન માટે સંઘર્ષ કરે છે અને ફિલ્મમાં કુમારની બહેનોની ભૂમિકામાં સાદિયા ખતીબ, સહજમીન કૌર, દીપિકા ખન્ના અને સ્મૃતિ શ્રીકાંતે ભજવી છે અને એક્ટરે આ ફિલ્મને પોતાની બહેન અલકાને સમર્પિત કરી છે. અલકા ફિલ્મમાં સહનિર્માતા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.