ટીવી એકટ્રેસ ઉર્ફી જાવેદ હમેંશા સોશિયલ મીડિયા પર તેની ફેશન સેન્સ અને નિડરતાથી જવાબ આપવા માટે છવાયેલી રહે છે.અને તેણીએ એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું હતું કે હું મુસ્લિમ યુવક સાથે કયારેય લગ્ન નહીં કરું. એના માટેના કારણ પણ ઉર્ફીએ જણાવ્યા છે.
તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન ઉર્ફી જાવેદે જણાવ્યું હતું કે જ્યારે પણ તે બોલ્ડ લુકમાં જોવા મળે છે ત્યારે તેનો સમાજ તેને રિજેક્ટ કરે છે કારણ કે ઈન્ડસ્ટ્રીમાં તેનો કોઈ ગોડફાધર નથી અને સૌથી મહત્વની વાત એ છે કે તે મુસ્લિમ છે.અને આ ઉપરાંત ઉર્ફી જાવેદે કહ્યું, હું એક મુસ્લિમ છોકરી છું.
સોશિયલ મીડિયા પર જ્યારે પણ લોકો મારા પર ગંદી કોમેન્ટ કરે છે ત્યારે તેમાં મોટાભાગે મુસ્લિમ લોકો હોય છે. તે લોકો વિચારે છે કે હું ઇસ્લામની છબીને બદનામ કરી રહી છું.અને તેઓ મને નફરત કરે છે કારણ કે મુસ્લિમ પુરુષો ઈચ્છે છે કે તેમની મહિલાઓએ નિશ્ચિત રીતે વ્યવહાર કરવો જોઇએ.
ઉર્ફી જાવેદે વધુમાં કહ્યું, તેઓ સમુદાયની તમામ મહિલાઓને નિયંત્રિત કરવા માંગે છે અને આ જ કારણ છે કે હું ઇસ્લામમાં વિશ્વાસ નથી રાખતી. મને ટ્રોલ કરવાનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ મારી પાસેથી ધર્મ પ્રમાણે કરવાની અપેક્ષા રાખતા હોય તેવું વર્તન હું નથી કરતી. જ્યારે ઉર્ફીને પૂછવામાં આવ્યું કે શું તે ક્યારેય તેના સમુદાયની બહારની વ્યક્તિ સાથે લગ્ન કરશે? તો આના પર તેણે કહ્યું, હું ક્યારેય મુસ્લિમ છોકરા સાથે લગ્ન નહીં કરું.અને હું ઇસ્લામમાં માનતી નથી. હું કોઈ ધર્મનું પાલન કરતી નથી, તેથી હું કોને પ્રેમ કરું છું તેની મને પરવા નથી. જેની સાથે ઈચ્છા થશે તેની સાથે લગ્ન કરીશ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.