અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને મહેસાણામાં પરિસ્થિતિ વધારે ખરાબ છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં પણ સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે બેડ અને ઑક્સીજન માટે પ્રજાને પડી રહેલી મુશ્કેલીઓને હલ કરવાના બદલે રાજ્યના અધિકારીઓ વચ્ચે જ વોર જેવી પરિસ્થિતિ ઊભું થઈ ગઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ અધિકારીઓમાં અંદરોઅંદર ગંદુ રાજકારણ ચાલુ થઈ ગયા હોવાના સંકેત છે. પોતાની કામગીરી સારી દેખાડવા માટે અધિકારીઓ વચ્ચે ઑક્સીજન વોરના સંકેત છે.
સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમુક અધિયકારીઓ સિનિયોરિટીનો પણ ખોટો ઉપયોગ કરી રહ્યા છે, અન્ય અન્ય જિલ્લાઓમાં જે ઑક્સીજન આપવામાં હોય તે પોતાના જિલ્લામાં પાઠવી દે છે જેના કારણે કેટલાક જિલ્લાઓમાં ઑક્સીજનને લઈને સમસ્યા ઊભી થતી હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે સરકારને અધિયારીઓ વચ્ચે ચાલી રહેલા આ વોર વિશે જાણ થઈ હોવાનો દાવો પણ સૂત્રો દ્વારા કરવામાં આવ્યો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.