દિલ્હીમાં ફરજ બજાવતા એક IAS અધિકારી કે. સારંગીએ ગાઝિયાબાદ નગર પોલીસમાં FIR દાખલ કરાવી છે અને આરોપ લાગવ્યો છે કે અબ્દુલ રહેમાન નામના યુવકે તેમની દીકરી ડૉ. હર્ષ ભારતી સારંગી સાથે એક ખાસ કાવતરા અંતર્ગત લગ્ન કર્યા છે.અને તેની પાછળનો તેનો હેતુ દીકરીનો ધર્મ પરિવર્તન કરાવવાનો છે. કે. સારંગીએ કહ્યું હતું કે, લગ્ન કરાવવાવાળી બે સંસ્થા પણ આ કાવત્રામાં સામેલ છે.
કે. સારંગીએ FRIમા જણાવ્યું હતુ કે, મારી દીકરી 2016મા યુક્રેનથી MBBS કરીને પરત ફરી હતી. મેરઠના મવાનાનો રહેવાસી અબ્દુલ રહેમાન 2017થી તેની પાછળ પડ્યો હતો. અબ્દુલે મારી દીકરીને ફસાવી તેમાં અન્ય લોકોએ પણ સાથ આપ્યો હતો. અબ્દુલે તો ગરમ તેલથી મારી દીકરીનું મો બાળવાનો પ્રયાસ કર્યો હતો જેથી મારી દીકરી પાસે લગ્ન કરવા સિવાય કોઈ વિકલ્પ ન રહે અને FRIમા અબ્દુલ રહેમાન, વૈદિક હિન્દુસભા, ગાઝિયાબાદના પદાધિકારી, આર્ય સમાજ મંદિર ટ્રસ્ટ, દિલ્હીના પદાધિકારીના નામ છે.
FRI દાખલ થયા બાદ આર્ય સમાજના આચાર્ય રામા શંકર પુરોહિતનું કહેવું છે કે, લગ્ન બાદ દંપતી પાસે એફિડેવિટ લેવામાં આવે છે અને પરિવારજનોને જાણ કરવામાં આવે છે. ધર્મ પરિવર્તન કર્યા વગર અલગ ધર્મના લોકો વચ્ચે આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી શકતા નથી. લગ્ન કરવાવાળા બંને હિન્દુ હોવા જરૂરી છે.અને કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે અબ્દુલ અને ભારતીએ નવેમ્બર 2018મા મંદિરમાં લગ્ન કરી તેની નોંધણી પણ કરાવી. હાલ બંને નોયેડામાં રહે છે.
ગાઝિયાબાદના કેપ્ટન મુનિરાજએ જણાવ્યું કે, ફરિયાદ મળવા પર કલમ 420 અંતર્ગત કેસ દાખલ કરવામા આવ્યો છે. દીકરીના પિતા તરફથી ફરિયાદ મળી હતી કે છોકરાએ દગો કરીને તેમની દીકરી સાથે લગ્ન કર્યા છે, ત્યારબાદ પોલીસે કેસ દાખલ કર્યો છે. છોકરો અને છોકરી બંને એક સાથે રહે છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે. અને બંનેની પુછપરછ બાદ સત્ય સામે આવશે અને તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.