ગુજરાત ઇન્ટેલીજન્સ બ્યુરો (IB)ના નામે ગુરુવારે એક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ પત્રમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આઇબીને એક નનામો પત્ર મળ્યો છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સહિત મહત્વના પદો ઉપર બેઠેલા 13 વ્યકિતઓ ઉપર આતંકી હુમલો થવાની દહેશત વ્યક્ત કરાઇ છે. જોકે, સત્તાવાર રીતે આ અંગે આઇબીના પત્ર કે આઇબીને મળેલા નનામા પત્રને કોઇ સમર્થન આપી રહ્યું નથી.
આઇબીને મળેલા એક નનામા પત્રના સંદર્ભમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત તમામ જિલ્લાઓને એક નનામા પત્રનો ઉલ્લેખ કરીને તકેદારી રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક (ઇન્ટેલીજેન્ટસ)ના લેટરહેડ ઉપર નાયબ કમિશનર(એસ)ની સહીવાળો એક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ પત્ર જે પ્રકારે લખવામાં આવ્યો છે તે પોલીસની આંતરિક વહીવટી પ્રક્રિયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.