દેશમાં કોરોના સંકટ અને અનલોકની પ્રક્રિયા વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી સંબોધન આપ્યું છે. આ વખતે પીએમ મોદીએ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ(ICC) ના ખાસ કાર્યક્રમને સંબોધિત કર્યું. આપણે જણાવી દઈએ કે ICCના 95માં વાર્ષિક કાર્યક્રમને પીએમ મોદી સંબોધિત કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું…
આજે કોઈ પણ કંપની સીધે પીએમઓ સુધી પોતાનો સામાન અથવા પ્રસ્તાવ પહોંચાડી શકે છે. લોકોએ GEM સાથે જોડાવવું પડશે. તેથી સ્વદેશી કંપનીઓનો સામાન સરકાર પણ ખરીદી શકે: PM મોદી
આ સમય છે લોકલ માટે વોકલ બનીએ. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ મોટા રિફોર્મની જાહેરાત કરવામાં આવી, હવે તેને સ્વરૂપ આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે: PM મોદી
આત્મનિર્ભર બનવા માટે પહેલા આપણે એ વિચારવું પડશે કે વિદેશથી આવતી વસ્તુઓ ભારતમાં કેવી રીતે બને અને કેવી રીતે નિર્યાત કરીએ: PM મોદી
ICC નક્કિ કરી લે તો તેની ગ્લોબલ ઓળખ બની શકે છે: PM મોદી
નોર્થ ઇસ્ટને ઓર્ગેનિક ખેતીનું હબ બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે: PM મોદી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.