ICMR ચીફનું મોટું નિવેદન,જાણો કયા રાજ્યોમાં લાગૂ કરાયું છે લોકડાઉન…!

દેશની ટોપ હેલ્થ એજન્સી, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના પ્રમુખ ડો. બલરામ ભાર્ગવે પણ કહ્યું કે જે જિલ્લામાં સંક્રમણનો આંક વધારે છે તેને આવનારા 6-8 અઠવાડિયા માટે લોકડાઉનમાં રાખવામાં આવે.  ICMR પ્રમુખે કહ્યું કે લોકડાઉન પ્રતિબંધ એ જિલ્લામાં લાગૂ થવો જોઈએ જ્યાં સંક્રમણનો દર ટેસ્ટ કરાયેલા લોકોના 10 ટકાથી વધારે છે.

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. એક સમયે અહીં 35 ટકા પોઝિટિવિટી રેટ હતો જે 17 ટકા થયો છે.

દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને મિઝોરમમાં લોકડાઉન છે તો અન્ય તરફ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, સિક્કિમ, પ.બંગાળ, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અસમ, નાગાલેન્ડ, જમ્મૂ કાશ્મીર, લદ્દાખમાં લોકડાઉન નથી પણ કેટલીક પાબંધીઓ રાખવામાં આવી છે.

અમેરિકાના ટોપ મેડિકલ એક્સપર્ટ એન્થની ફાઉચીએ પણ ભારતમાં થોડા દિવસ માટે લોકડાઉનની સલાહ આપી છે. તેઓએ કહ્યું કે આ મુશ્કેલ સમયમાં તરત પગલા લેવાનો સમય છે. તેઓએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ભારત મુશ્કેલ સ્થિતિમાં છે અને સ્થિતિને સુધારવા તરત કડક પગલા લેવાની જરૂર છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.