મહારાષ્ટ્રના સીએમ તકીકે ઉદ્વવ ઠાકરે પદ સંભાળી ચૂક્યા છે. જ્યારે હવે તે પ્રખ્યાત સિંગર લતા મંગેશકરની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા લતા મંગેશકર ઘણા દિવસથી હોસ્પિટલમાં દાખલ છે.
90 વર્ષના સિંગર લતા મંગેશકર ખરાબ તબિયતના કારણે ગત કેટલાક દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. આ વચ્ચે મહારાષ્ટ્રના સીએમ ઉદ્વવ ઠાકરેએ બ્રીચ કેન્ડી હોસ્પિટલ જઇને લતા મંગેશકરના ખબર પૂછી. લતા મંગેશકર અહીં આઇસીયુમાં દાખ છે. તેમને 11 નવેમ્બરે મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ બાદ સિંગરને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા.
લતા મંગેશકરનું કરિયર 70 વર્ષથી પણ વધારે લાંબુ રહ્યું તેની સાથે જ તેમણે હજારો ગીતમાં તેમનો અવાજ આપ્યો છે. લતા ભારતીય સિનેમાની સૌથી મહાન પાર્શ્વ ગાયિકા તરીકે માનવામાં આવે છે. 2001માં દેશના સૌથી મોટા એવોર્ડ ‘ભારત રત્ન’થી તેમને સમ્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019ના પરિણામ બાદ રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું હતું. એક મહિના સુધી રાજકીય ઉતાર ચઢાવ બાદ ઉદ્વવ ઠાકરે મહારાષ્ટ્રના સીએમ બન્યા તેની સાથે જ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે. ઠાકરે પરિવારથી ઉદ્વવ ઠાકરે એવા પહેલા વ્યક્તિ છે જે મુખ્યમંત્રી બન્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.