ફ્રાન્સમાં દર 12મી મિનિટએ,આઈસીયુમાં ભરતી થઈ રહ્યા છે દર્દી

મહારમારીનો સૌથી વધારે માર યુરોપીયન દેશોને પડ્યો છે. કોરોના વાયરસના એક વર્ષ થયા બાદ યુરોપમાં કોરોનાની ત્રીજી લહેરે દેખા દીધી છે. યુરોપીયન દેશ ઈટલી, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ અને બેલ્જિયમ સહિત યુરોપમાં કોરોનાના નવા મામલા ઝડપથી વધી રહ્યા છે.

યુરોપીય દેશોમાં 10 લાખ (1 મિલિયન)થી વધારે લોકોના મોત કોરોનાને લીધે થયા છે.

ફ્રાન્સમાં ડિસેમ્બર 2020માં તેજીથી કોરોનાના મામલા ઘટી રહ્યા હતા. પરંતુ જાન્યુઆરી બાદ આમાં ભારે વુદ્ધિ થઈ છે. પરંતુ સ્થિતિ ખરાબ થઈ રહી છે. રાજધાની પેરિસમાં આઈસીયૂ લગભગ ફુલ થઈ ગયા છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરને કહ્યું કે દિવસ અને રાતમાં દર 12મી મિનિટે પેરિસમાં એક દર્દી આઈસીયુમાં ભરતી થઈ રહ્યો છે.

ફ્રાન્સમાં સંક્રમિતોની કુલ સંખ્યા 5, 067, 216 પહોંચી ગઈ છે. રવિવારે ફ્રાન્સમાં 34, 895 નવા મામલા સામે આવ્યા અને 176 લોકોના મોત થયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.