મોદી સરકારે કોરોના વાઈરસને ફેલાવવાથી રોકવા માટે લાગુ કરેલા લોકડાઉનને એકવાર ફરીથી લંબાવાયુ છે. લોકડાઉન 4.0 સોમવારથી શરૂ થશે અને 31 મે સુધી લાગુ રહેશે. આ દરમિયાન સમગ્ર દેશમાં ધાર્મિક સ્થળ બંધ રહેશે અને તમામ સાર્વજનિક આયોજનો પર પ્રતિબંધ રહેશે.
આગામી અઠવાડિયે ઈદનો તહેવાર છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ઈક લોકડાઉન 4.0 માં મનાવવામાં આવશે. આ દરમિયાન કોઈને ઈદગાહ અથવા મસ્જિદમાં એકઠા થવાની પરવાનગી અપાઈ નથી. લોકડાઉન 4.0 દરમિયાન ધાર્મિક સ્થળો સિવાય જિમ, સ્વિમિંગ પુલ, સ્કુલ, કોલેજ, રેસ્ટોરન્ટ, હોટલ, થિયેટર અને મોલ બંધ રહેશે. જોકે સ્કુલ અને કોલેજોને ઓનલાઈન અભ્યાસ કરાવવાની પરવાનગી હશે.
રેલવે, મેટ્રો, ડોમેસ્ટિક અને વિદેશી ફ્લાઈટ પર પણ પ્રતિબંધ ચાલુ રહેશે. આ વખતે લોકડાઉનમાં છુટછાટ પણ આપવામાં આવી છે પરંતુ તે છુટછાટ સાથે શરતો પણ છે. સાથે જ દેશમાં કોરોનાને લઈને પાંચ ઝોન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.