રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને થોડા સમય પહેલા યૂક્રેનમાં સ્પેશિયલ આર્મી ઓપરેશનની જાહેરાત કરી દીધી છે.અને આ સાથે જ રશિયન સેનાએ યૂક્રેનમાં હુમલા શરૂ કરી દીધા છે. યૂક્રેનની રાજધાની કિવમાંથી વિસ્ફોટોનો અવાજ આવી રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને પરિણામ ભોગવવાની ધમકી આપી છે. બાઇડને કહ્યું છે કે આ યુદ્ધ ભયંકર વિનાશ સર્જશે.
બીજી તરફ પુતિને કડક ચેતવણી આપી છે કે જો કોઈ દેશ યુક્રેન-રશિયા યુદ્ધમાં ઘૂસવાની કોશિશ કરી તો તેના પરિણામ ભયાનક આવશે. પુતિને સ્પષ્ટ કર્યું છે કે રશિયા પોતાની સુરક્ષા માટે કંઈ પણ કરવા તૈયાર છે. પરમાણુ શસ્ત્રોથી સજ્જ રશિયા અને નાટો હવે સામસામે છે.અને આ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને દેશવાસીઓને સ્પેશિયલ ઓપરેશનના નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે ટેલિવિઝન પર એક સંદેશ જારી કર્યો છે.
રાષ્ટ્રપતિ પુતિને પોતાના સંદેશમાં કહ્યું, ‘યૂક્રેનમાં રહેતા લોકોને ક્યારેય પૂછવામાં આવ્યું નથી કે તેઓ ક્યાં રહેવા માગે છે અને અમને એ અધિકાર છે કે અમે એ નક્કી કરીએ. અમે ક્રીમિયાના લોકોનું પણ રક્ષણ કર્યું અને હવે યૂક્રેનના લોકોનું પણ રક્ષણ કરીશું. અમે સેલ્ફ ડિફેન્સમાં કામ કરી રહ્યા છીએ. અમારી સામે ખતરાના મોરચા ખોલી દેવામાં આવ્યા છે. અમે ટૂંક સમયમાં આ દુઃખદ સમયમાંથી નીકળી જઈશું. પરંતુ આ સમય દરમિયાન અમે કોઈ બહારની દખલગીરી સહન નહીં કરીએ. હું યૂક્રેનિયન સેનાને કહેવા માંગુ છું કે તમારા પિતા અને દાદા અમારી કોમન લડાઈ લડતા રહ્યા. તમે તમારા હથિયારો નીચે મૂકો અને ઘરે ચાલ્યા જાઓ. યૂક્રેનના આવા તમામ સૈનિકોને સુરક્ષિત ઘરો સુધી પહોંચાડવામાં આવશે.અને જો તેઓ આમ નહીં કરે તો તેમને પરિણામ ભોગવવા પડશે. આ માટે કિવ જવાબદાર છે.
જે કંઈ થઈ રહ્યું છે, એમાં જો કોઈ બહારનો દેશ ઘૂસસે તો સમજી લો કે તેને તરત જ જવાબ મળશે અને એવું થશે જે ઈતિહાસે ક્યારેય જોયું નથી. મને આશા છે કે મારો અવાજ સાંભળવામાં આવશે.
અમારા પ્રિય રશિયનો, હવે તમારા માટે એક થવાનો સમય છે. આર્મી આગળ વધશે. અમેરિકા અસત્યનું સામ્રાજ્ય છે. તેની પાસે બ્લંટ સેના છે પણ મગજ નથી. એ અમારી પાસે છે. અમે તૈયાર છીએ અને અમે અમારી સાર્વભૌમત્વની રક્ષા માટે લડીશું. હું પોઝિટીવ છું કે રશિયન સેના તેના કાર્યને વ્યાવસાયિક રીતે પૂર્ણ કરશે. અમે સામાજિક સુરક્ષા, નાણાકીય ક્ષેત્રોનું ધ્યાન રાખી રહ્યા છીએ. રશિયાનું ભાગ્ય સુરક્ષિત હાથમાં છે.અને જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે, તેનો ટાર્ગેટ પૂરો થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.