પોલીસ ભરતીના નામે કોઇ પૈસા માગે તો ચેતી જજો જાણો ગાંધીનગર ACBએ કરી મોટી કાર્યવાહી

એક બાજુ વિદેશ જવાની લાલચે લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવે છે તો બીજી તરફ સરકારી નોકરીઓમાં નોકરીની લાલચ આપીને ઠગ લોકો પૈસા હજમ કરતા ખચકાતા નથી.સરકારી વિભાગો અને સરકારી પરીક્ષામાં ભ્રષ્ટાચાર એ વાત કંઇ નવી નથી. પરંતુ આવા લાંચિયા અધિકારીઓ સામે એસીબીએ લાલ આંખ કરી છે.અને.ત્યારે હવે પોલીસ ભરતીના નામે તક સાધુઓ છેતરપિંડી આચરતા હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરમાં એસીબીએ સસ્પેન્ડેડ અધિકારીની ધરપકડ કરી.

ગાંધીનગર એસીબીએ સસ્પેન્ડેડ અધિકારી ડૉ.શશીકાન્ત પટેલની ધરપકડ કરી છે. અને તેની પર પોલીસ ભરતીના નામે નોકરીની લાલચ આપી પૈસા પચાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. પોલીસમાં ભરતી થવા ઇચ્છુક ઉમેદવાર સાથે નોકરીની લાલચ આપીને છેતરપિંડી આચરી હતી. ઉમેદવાર પાસેથી 2 લાખ રૂપિયા માગ્યા હતા. ઉમેદવારની ફરિયાદને પગલે એસીબીએ ગાંધીનગરના યોગી સીટી બસ સ્ટેન્ડ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. મહત્વનું છે કે આરોપી ભાવનગર પશુપાલન વિભાગમાં મદદનીશ નિયામક હતો.

મળતી માહિતી મુજબ ફરિયાદીએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ લોકરક્ષક શારીરીક કસોટી પાસ કરી છે. આગામી સમયમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 10 એપ્રિલના રોજ લેખિત પરીક્ષા યોજાવાની છે. જેમાં પાસ કરાવીને વતનના જિલ્લામાં પોસ્ટીંગ અપાવવા માટે આરોપીએ 2 લાખ રૂપિયા માગ્યા હતા. જો કે ફરિયાદી લાંચના પૈસા આપવા માંગતો ન હતો. અને તેણે એસીબીનો સંપર્ક કરીને છટકું ગોઠવ્યું હતું. એસીબીએ વેશપલ્ટો કરીને રંગેહાથે અધિકારીને ઝડપી પાડ્યો હતો.

મહત્વનું છે કે આરોપી ડૉ.શશીકાંત પટેલ ભાવનગર પશુપાલન વિભાગમાં મદદનીશ નિયામક હતો.અને 20 ઓગસ્ટ 2018થી 7 જૂન 2019 સુધી ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગર તરીકે ફરજ બજાવતા હતો. તેઓએ પોતાના કાર્યક્ષેત્ર બહાર 20 હજાર હેક્ટર જમીન બાગાયતી ફળફળાદી ઝાડ અને ઘાસચારાની વાવણી માટે 25 વર્ષના ભાડાપટ્ટે ફાળવવાનો ખોટો હુકમ કરતાં બનાસકાંઠા ડીડીઓએ તત્કાલીન અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધવા હુકમ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.