રાજધાની દિલ્હીમાં Municipal Corporation of Delhi ની ચૂંટણી મોકુફ રહેવાના સંકેત પર અરવિંદ કેજરીવાલ ભડકી ગયા છે.અને તેમણે બુધવારે દિલ્હી વિધાનસભાની બહાર પત્રકારોને કહ્યું હતુ કે જો અત્યારે યોગ્ય સમય પર MCD ચૂંટણી કરવામાં આવે અને ભાજપ જીતી જાય તો હું રાજકારણ છોડી દઇશ.
તેમણે કહ્યુ કે ભાજપનું દિલ્હી નગર પાલિકાની ચૂંટણી મોકુફ રાખવું એ શહીદોનું અપમાન છે, જેમણે અંગ્રેજોને દેશમાંથી ભગાડીને લોકશાહીની સ્થાપના માટે પોતાનું બલિદાન આપ્યું હતું.અને કેજરીવાલે કહ્યું કે આજે તેઓ હારની ડરથી નગર પાલિકાની ચૂંટણી ટાળી રહ્યા છે, કાલે તેઓ રાજ્યો અન દેશની ચૂંટણી પણ ટાળી દેશે.
કેજરીવાલે કહ્યુ કે ભાજપ, MCDની ચૂંટણીને સ્થગિત કરી રહ્યું છે, એવું કહીને કે તેઓ ત્રણેય પાલિકાને એક કરી રહ્યા છે. અને શું આ કારણથી ચૂંટણી મુલતવી રાખી શકાય? કેજરીવાલે કહ્યું કે કાલે કદાચ તેઓ ગુજરાત હારે તો એવું કહીને ચૂંટણી મુલતવી રાખશે કે તેઓ ગુજરાત અને મહારાષ્ટ્રને એક કરી રહ્યા છે? શું આવું કોઇ બહાનું આગળ ધરીને લોકસભાની ચૂંટણીને મોકુફ રાખી શકાય ?
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભાજપ પોતાને દુનિયાની સૌથી મોટી પાર્ટી ગણાવે છે.અને કમાલની વાત છે કે દુનિયાની સૌથી મોટી પાર્ટી એક નાનકડી આમ આદમી પાર્ટીથી ગભરાઇને ભાગી ગઇ? કેજરીવાલે કહ્યું કે હિંમત હોય તો MCDની ચૂંટણી સમયસર કરીને બતાવો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.