કંગનાને પદ્મશ્રી આપ્યો , તો ખોડલધામનાં નરેશ પટેલને કેમ નહિ? કોંગ્રેસ નેતાનો સવાલ

કોંગ્રેસી નેતાઓ ખોડલધામ પહોંચ્યો , માં ખોડલનાં લીધાં આશિર્વાદ..

આગામી વિધાનસભાની ચૂંટણીના (ASSEMBLY ELECTIONS) બ્યૂગલ વાગી ચૂક્યા છે. દરેક પક્ષે પોતપોતાની રીતે પ્રચાર શરૂ કરી દીધો છે.મતદારોને (VOTERS) રિઝવવા દિગ્ગજ નેતાઓ (VETERAN LEADER) સભા અને બંધબારણે બેઠક કરી રહ્યા છે. ત્યારે રાજકોટના (RAJKOT) રાજકારણમાં હલચલ મચી જાય તેવી બેઠક મળી છે.

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને ખોડલધામ સંસ્થાના પ્રમુખ નરેશ પટેલ વચ્ચે આજે બંધબારણે બેઠક યોજાઇ હતી આ બેઠક બાદ રાજકીય ચર્ચાએ જોર પકડયું છે. સાથે જ ભરતસિંહ સોલંકીએ બેઠક બાદ નિવેદન આપતા કહ્યું કે ,ભાજપે કંગના રનોત અને પદ્મશ્રી આપ્યો , નરેશ પટેલને પણ પદ્મશ્રીના હકદાર છે. ખોડલધામ ટ્રસ્ટ પાટીદારોની આસ્થાનું કેન્દ્ર છે. ચૂંટણી આવે એટલે પાટીદારના મતો મેળવવા માટે ખોડલધામનું મહત્વ વધી જાય છે.ત્યારે બેઠક બાદ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે , “ નરેશ પટેલ સાથે ઔપચારિક બેઠક થઈ છે. ” પાટીદાર સમાજને આગળ રાખીને કોંગ્રેસ ચાલશે.

May be an image of 2 people, people sitting and indoor

ભરતસિંહ સોલંકીની સાથે ગીતા પટેલ , મહેશભાઈ રાજપુત સહિતના કોંગ્રેસના અનેક નેતાઓ ખોડલધામ પહોંચ્યા હતા. પણ બંધ બારણે થયેલી બેઠકમાં આ તમામ નેતાઓ બહાર રહ્યા હતા. માત્ર નરેશ પટેલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે બેઠક મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.