મોદીજી એ તો આપની નિયતમાં ખોટ ન હોય તો , હત્યારા દીકરાનાં મંત્રી પિતા સાથે એક મંચ પર બેસતા નહીં

કોંગ્રેસ (CONGRESS) મહાસચિવ પ્રિયંકા ગાંધી (GERNAL SECRETARY PRIYANK GANDHI) વાડ્રાએ લખનઉમાં (LUCKNOW) આવેલા પ્રધાનમંત્રી મોદી (PRIME MINISTER MODI) પત્ર લખીને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા (AJAY MISHARA) સાથે મંચ શેર (SHARE) નહીં કરવાનો આગ્રહ કર્યો છે. જેનો દીકરો (SON) લખીમપુર ખીરીમાં (LAKHIMPUR KHI) થયેલી હિંસામાં ધરપકડ થયેલ છે.

પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો તેમાં કહ્યું છે કે ,જો આપનો ઈરાદો સ્પષ્ટ છે , તો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી સાથે મંચ શેર કરતા નહીં. તેમને હટાવી દો. કાલે તમે ૩ કૃષિ કાયદાને ખેડૂતો પર થોપવાનો અત્યાર સ્વિકાર કરતાં તેને પાછા લેવાની જાહેરાત કરી. મેં અખબરોમાં વાચ્યું છે કે , આપ લખનઉમાં થનારી ડીજીપી કોન્ફ્રેંસમાં દેશની કાયદો અને વ્યવસ્થા સંભાળનારા વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યાં છે.

કોંગ્રેસ મહાસચિવે લખ્યું છે કે , લખીમપુર ખેડૂત નરસંહારમાં અન્નદાતાઓની સાથે થયેલી ક્રૂરતા આખા દેશે જોઈ છે.આપને એ પણ જાણકારી હશે કે ખેડૂતોને પોતાની ગાડીથી કચડી નાખવામાં મુખ્ય આરોપી આપની સરકારનાં કેન્દ્રીય ગૃહ રાજયમંત્રીનો દીકરો છે. રાજકીય દબાણના કારણે યુપીએ સરકારે શરૂઆતથી ન્યાયનાં અવાજને દબાવી દેવાની કોશિશ કરી છે. માનનીય કોર્ટ આ સંદર્ભેમાં કહ્યું છે કે , સરકારનો ઈરાદો જોતા લાગે છે કે , સરકાર કોઇ ખાસ આરોપીને બચાવાનાં પ્રયાસ કરી રહી છે.

આપને જણાવી દઈએ કે , લખીમપુર ખીરીમાં ૩ ઓકટોબરનાં રોજ થયેલી હિંસામાં આઠ લોકોની હત્યા કરવાના આરોપમાં ૧૩ આરોપીમાં આશીષ મિશ્રા પણ સામેલ છે. તેને ૯ ઓકટોબરેનાં રોજ દબોચી લેવામાં આવ્યો છે અને તે જેલમાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.