IPL 2022નું મેગા ઓકશન શાનદાર રહ્યું હતું અનેક ખેલાડીઓને ખરીદવા માટે ટીમે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, પણ અનેક દિગ્ગજ પ્લેયર્સને ઓકશનમાં કોઈ ખરીદીકર્તા જ મળ્યા નથી, એવા જ પ્લેયર્સમાંથી એક છે દિગ્ગજ બેટ્સમેન સુરેશ રૈના. મિસ્ટર IPLના નામથી જાણીતા રૈનાનો આટલો ખરાબ સમય ક્યારેય નથી આવ્યો કે, 10 ટીમોમાંથી તેને કોઈએ પણ તેના પર બોલી નથી લગાવી. અહિયાં સુધી કે રૈનાની ટીમ CSKએ પણ તેના પર બોલી નહોતી લગાવી.અને હવે રૈનાએ BCCI પાસે જાહેરમાં એક મોટી અપીલ કરી છે.
IPL મેગા ઓકશનમાં અનસોલ્ડ રહ્યા પછી સુરેશ રૈનાએ BCCIને એક અપીલ કરી છે, રૈનાએ એક વીડિયો શેર કરીને કહ્યું કે, BCCI ઓછામાં ઓછું ઇન્ટરનેશનલ ક્રિકેટ ન રમતા ખેલાડીઓને બીજી લીગ રમવાની પરમિશન આપે. રૈનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે કહે છે કે, ‘અમે જ્યાં ઈચ્છીએ ત્યાં રમીએ, જ્યારે તમે IPL અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ નથી, વર્તમાન સમયમાં ડોમેસ્ટીક ક્રિકેટમાં પણ ઇન્ટરનેશનલ લેવલનું કોમ્પિટિશન છે, જો અમે થોડા મહિનાઓ ક્વોલિટી ક્રિકેટ રમીએ, પછી એ CPL હોય અથવા BBL. ત્યારે એવું લાગશે કે હવે અમે રેડી છીએ અને તમે જુઓ કે બહારના બધા પ્લેયર્સ રમે છે, પછી ખેલાડી કમબેક કરે છે પોતાના દેશ માટે, અમારી પાસે અન્ય કોઈ પ્લાન પણ નથી.’
IPL 2022ની મેગા હરાજીમાં રવિવારે દસ ફ્રેન્ચાઇઝી ટીમોની વચ્ચે પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના પર કોઈએ બોલી નહોતી લગાવી. પહેલા દિવસે અનસોલ્ડ રહ્યા બાદ અનુભવી બેટ્સમેન, જેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતું, તેણે હરાજીના અંતિમ દિવસે પણ ફ્રેન્ચાઇઝી દ્વારા ઇન્ગ્નોર કરવામાં આવ્યો હતો, જેનો અર્થ હતો કે રૈના પ્રથમ વાર IPL હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો, અહિંયા સુધી કે તેની પોતાની ટીમ CSKએ પણ તેના બોલી લગાવી નથી.
સુરેશ રૈના 2008થી જ ચેન્નાઈ સુપર કિંગની જોડાયેલો હતો, તેને પોતાના દમ પર CSKને અનેક મેચ જીતાવી છે, નંબર ત્રણની પોઝીશન પર આવીને હંમેશાં CSK માટે સંકટમોચન રહ્યો હતો. તે હંમેશાં મોટી ઇનિંગ્સ રમવા માટે જાણીતો હતો, તેની હંમેશાં જ મહેન્દ્ર સિંહ ધોની સાથે જોડી શાનદાર રહી હતી. IPLના ઈતિહાસમાં તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનમાં ચોથા ક્રમાંકે આવે છે.અને રૈનાએ 205 મેચોમાં 5528 રન બનાવ્યા હતા. તેનાથી આગળ માત્ર વિરાટ કોહલી, શિખર ધવન અને રોહિત શર્મા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.