પ્રાઇવેટ પેટ્રોલ પંપોએ હવે કોઇપણ હાલતમાં બળતણનું વેચાણ કરવું જ પડશે. ભલે તે થોડા કલાકો માટે જ વેચાણ કેમ ન કરે અને નુકસાનથી બચવા માટે પ્રાઇવેટ પેટ્રોલ પંપ પોતાના ઓપરેશનમાં ઘટાડો કરી રહ્યાં છે. તેને રોકવા માટે સરકારે યૂનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશનનો વિસ્તાર વધાર્યો છે. તે હેઠળ પેટ્રોલ પંપોનું લાયસન્સ હાંસલ કરી ચુકેલી કંપનીઓને કેટલાક સમય માટે એટલે કે સ્પેશિફાઇડ વર્કિંગ કલાકોમાં પોતાના દરેક પેટ્રોલ પંપો પર બળતણનું વેચાણ કરવું જ પડશે. ભલે એ પેટ્રોલ પંપ દૂરના વિસ્તારોમાં પણ કેમ ના હોય.
તેલ મંત્રાલય દ્વારા જાહેર નિવેદન અનુસાર, યુએસઓના દાયરામાં દરેક પેટ્રોલ પંપોને સામેલ કરવામાં આવ્યા છે. તે બાદ પણ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના રીટેલ વેચાણ માટે લાયસન્સ મળ્યું છે અને તેમણે તેમના દરેક રીટેલ આઉટલેટ્સ પર તેલનું વેચાણ કરવું જ પડશે. જો એમ ન થાય તો તેમનું લાયસન્સ રદ્દ કરવામાં આવશે.
જોકે, માગમાં અચાનક વધારો થવાથી મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાંટક અને ગુજરાતમાં સરકારી કંપનીઓના કેટલાક પેટ્રોલ પંપ પર બળતણ પુરું થઇ ગયું હતું. તે સિવાય સરકારી તેલ કંપનીઓ પર ઓછાં ભાવમાં મળી રહેલા તેલથી પ્રાઇવેટ તેલ રીટેલર્સ નુકસાન કરી રહ્યાં હતાં. તેથી તેમણે પોતાના ઓપરેશન્સમાં ઘટાડો કરી દીધો છે. સરકારી તેલ કંપનીઓ જેવી કે, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ પેટ્રોલ અને ડીઝલ વધેલા દરોની સરખામણીમાં 15-25 રૂપિયા પ્રતિ લીટર જેટલી ઓછી કિંમતે પેટ્રોલ અને ડીઝલ વેચી રહ્યાં છે અને જ્યારે પ્રાઇવેટ ફ્યુલ કંપનીઓ જીઓ-બીપી અને નાયરા એનર્જીએ કેટલાક સ્થળો પર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દીધા છે અને તેમના વેચાણમાં ઘટાડો કર્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, સરકારી બળતણની કંપનીઓએ ક્રૂડ ઓઇલના ભાવ 10 વર્ષના રેકોર્ડ સ્તર પર પહોંચવા છતાં, 6 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સ્થિરતા રાખી છે અને પ્રાઇવેટ પેટ્રોલ પંપો પર બળતણનું વેચાણ ન થવાના કારણે સરાકારી પેટ્રોલ પંપ પર ભીડ પણ વધી છે અને તેના કારણે કેટલીક જગ્યાઓ પર સ્ટોક પણ ઓછો થઇ ગયો છે અને એવામાં સરકારે પ્રાઇવેટ રિટેલર્સને બળતણું વેચાણ બંધ ન કરવા પર ભાર મૂક્યો છે અને તેના માટે USO રેગ્યુલેશન્સમાં ફેરફારો કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.