કોરોના મહામારીમાં બાળકોને (Children) પણ સંક્રમણનો ખતરો થઇ શકે છે. વર્તમાનમાં સૌથી વધારે બાળકો લક્ષણ ન હોય તેવા હોય છે. પરંતુ આગામી દિવસોમાં જો વાયરસનું રુપ બદલાય છે તો બાળકો માટે મુશ્કેલી વધી શકે છે. બેથીત્રણ ટકા બાળકોને હૉસ્પિટલમાં દાખલ પણ કરાવવા પડી શકે છે. આ માટે રાજ્યોને જલ્દી બાળકો માટે મેડિકલ વ્યવસ્થા વધારવા ગાઇડલાઇન્સ આપવામાં આવે.
આપને જણાવી દઇએ કે નવી સ્ટડી પ્રમાણે અને મહામારી સાથે સાથે વાયરસના નવા સ્વરુપના વ્યવહારનું અધ્યયન (Study) કર્યા બાદ પહેલી વાર સરકારે ગાઇડલાઇન્સ પર કામ કરવાનું શરુ કરી દીધું છે.
બાળકો માટે અલગથી ગાઇડલાઇન્સ;
નીતિ આયોગના (Niti Ayog) સભ્ય ડૉ. વીકે પૉલે (Dr. Vk Paul) કહ્યુ કે બાળકો માટે અલગથી ગાઇડલાઇન્સ તૈયાર થઇ રહી છે. આવનારા એક કે બે દિવસમાં આ ગાઇડલાઇન્સ રાજ્યોને મોકલવામાં આવશે. હૉસ્પિટલમાં બાળકો માટે અલગથી વ્યવસ્થા વધારવા પર જોર વધારવામાં આવશે. ડૉ.વીકે પૉલે એ પણ કહ્યુ કે અત્યારે બાળકોમાં સંક્રમણનો ખતરો છે પરંતુ સંક્રમણ થયા બાદ ગંભીર કેસ બહુ ઓછા છે. વધારે બાળકો સંક્રમિત થયા બાદ ઘરે જ સાજા થઇ રહ્યા છે.
બાળકોમાં સંક્રમણને લઇ રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની આંતરાષ્ટ્રીય સ્ટડી,મહામારીની અસર અને નવા વેરિઅન્ટને લઇ જ્યારે વિચાર કર્યો ત્યારે નક્કી કર્યુ કે બાળકોને બચાવા માટે જિલ્લા સ્તર પર કામ કરવુ પડશે. સાવધાનીના ભાગરુપે હ઼ૉસ્પિટલમાં બાળરોગને લગતી સેવાઓને વધારવામા આવશે. જો કે મોટાઓની જેમ બાળકોને પણ સંક્રણથી બચાવી શકાય છે. બાળકોને સંક્રમણથી બચાવવા માટે માત-પિતા જાગૃત રહે.તેમણે ઉમેર્યું કે હ઼ૉસ્પિટલમાં બેડની વ્યવસ્થા,આઈસીયુ, વેંટિલેટર સહિત અન્ય મેડિકલ સેવાઓ વધારવા માટે જોર આપવામાં આવશે. આ સિવાય બાળકોના રસીકરણને લઇને પણ અધ્યયન ચાલી રહ્યુ છે. જેના પરિણામ સામે આવ્યા બાદ બાળકોને વેક્સીન આપી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.