સરકાર બની ગઈ હોય તો હવે કામે લાગો.. કમઁચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ…

રાજયનાં એસટી નિગમમાં ફરજ બજાવતાં ડ્રાઈવર કંડક્ટર તથા અન્ય સ્ટાફ સાથે સરકાર દ્નારા સતત ઓરમાયું વર્તન કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં મુસાફરોની સેવામાં રાત દિવસ સતત કાયઁશીલ રહેતાં અેસટી નિગમનાં કમઁચારીઓ સાથે સરકાર દ્નારા સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે.

જેના અનુસંધાને કર્મચારીઓ દ્વારા યુનિયન મારફતે છઠ્ઠા પગારપંચની વિસંગતાઓ અને સાતમાં પગારપંચમાં આવતાં વિવિધ એલાઉન્સ સહિત ડ્રાઇવર-કંડક્ટર ગ્રેડ પે અને બાકી રહેલું એરીયર્સ હજુ સુધી ચુકવવામાં આવ્યું નથી, તે અંગે વિભાગમાં તથા સરકારમાં વારંવાર રજુઆતો કરવામાં આવી હતી, પણ વિભાગ દ્વારા નિર્ણય નહીં લેવાતાં ડ્રાઇવર-કંડક્ટર સહિત નિગમમાં સેવા આપતા અન્ય કર્મચારીઓમાં રોષ ઉભો થયો છે.

સ્થાનિક કક્ષાએથી યુનિયનના સભ્યો દ્વારા ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર આપીને સત્વરે આ પડતર માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો તે અંગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે. હાલ સરકાર પોતાના વિભાગોના મંત્રી બનાવવામાં વ્યસ્ત છે તેવી સ્થિતિમાં પણ એસટી નિગમના આ કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવાનું શરુ રાખ્યું છે.

જે અંતર્ગત આજે ગાંધીનગર એસટી ડેપોના કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરીને સરકારની નીતિનો વિરોધ કરવાની સાથે પોતાની માંગણીઓ વધુ બુલંદ બનાવી છે. સત્વરે કર્મચારીઓના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ નહીં કરવામાં આવે તો કર્મચારીઓ દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ છેડવામાં આવે તો નવાઇ નહીં..!

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.