હોળીનો તહેવાર ઉજવવો હોય તો ઘરની બહાર નીકળવું જ પડશે અને જ્યારે તમે કોઇને કલર લગાવશો તો સામે એ પણ તમને રંગી નાખશે અને ત્યારે જ તો હોળીની સાચી મજા આવશે.અને રંગ-ગુલાલથી ભરપૂર આ તહેવારમાં મજા કરવાની સાથે ફોન સાચવવાનું ટેન્શન પણ રહે છે. માની લો કે તમે તમારા સ્માર્ટફોનથી હોળી સેલિબ્રેશનના ફોટા પાડી રહ્યા છો અને તેમાં ભૂલથી પાણી જતું રહ્યું. તો આવી પરિસ્થિતિમાં ગભરાયા વગર ફોન સૂકવવા વિશે વિચારો. તેમજ, ઉતાવળમાં ભૂલો કરવાથી બચો.
અહીં તમને કેટલીક એવી ટિપ્સ જણાવવામાં આવી છે કે જો ભૂલથી તમારા ફોનમાં પાણી જતું રહ્યું તો તેને રિપેર કરવામાં કામ આવી શકે છે
જો ફોન પાણીમાં પલળી ગયો તો સૌપ્રથમ તેને સ્વીચઓફ કરી દો. જો ફોન ઓન રહી ગયો અને પાણી અંદર કોઇપણ પાર્ટમાં જતું રહ્યું તો શોટ સર્કિટ પણ થઈ શકે છે.અને ધ્યાન રાખો કે જો ફોન પાણીમાં પડી ગયો અથવા પલળી ગયો તો એ ચેક કરવાનો પ્રયત્ન ન કરો કે તેનું કોઈ બટન ચાલી રહ્યું છે કે નહીં. ફોન ઓફ કરવો એ જ સમજદારીભર્યું પગલું રહેશે.
ફોન પલળ્યા પછી તેની તમામ એક્સેસરીઝ કાઢીને અલગ કરી દો. એટલે કે, બેટરી, સિમ કાર્ડ, મેમરી કાર્ડ સાથે ફોનથી અટેચ થયેલો કોડ પણ અલગ કરીને સૂકા ટુવાલ પર મૂકી દો.અને આ તમામ એક્સેસરીઝને અલગ કરીને શોર્ટ સર્કિટનું જોખમ ઓછું થઈ જશે.
જો તમારા ફોનમાં નોન-રિમૂવેબલ બેટરી હોય (ફોનમાં ફિક્સ રહેનારી બેટરી) તો બેટરી કાઢીને ઓફ કરવાનો ઓપ્શન નહીં રહે.અને તેથી, જ્યાં સુધી ફોન બંધ ન થઈ જાય ત્યાં સુધી પાવર બટન એટલા સમય સુધી દબાવીને રાખો. નોન-રિમૂવેબલ બેટરીના કારણે ફોનમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે.
ટુવાલથી સાફ કર્યાં પછી સૌથી મહત્ત્વની વસ્તુ ફોનના ઇન્ટરનલ પાર્ટ્સને સૂકવવાના રહેશે. આ માટે ફોનને સૂકા ચોખામાં નાખો અને તેને એક વાસણમાં રાખો.અને ચોખા ઝડપથી ભેજ શોષી લે છે. જેથી ફોનના ઇન્ટરનલ પાર્ટ્સ સૂકાઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.