સર્વિસ ચાર્જને લઈને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એટલે કે સીસીપીએએ સર્વિસ ચાર્જને લઈને નવા નિયમ બનાવ્યા છે અને સીસીપીએના આધારે કોઈપણ રેસ્ટોરન્ટ તેના ક્લાયન્ટને સેવા આપવા માટે સર્વિસ ચાર્જ વસૂલ કરી શકશે નહીં. નિયમના અનુસાર સર્વિસ ચાર્જ આપવો કે નહીં તે ગ્રાહક પર નિર્ભર કરે છે. રેસ્ટોરન્ટ તેને માટે જબરદસ્તી કરી શકે નહીં. કોઈ રેસ્ટોરન્ટ સર્વિસ ચાર્જ લગાવે છે તો ગ્રાહક તે રેસ્ટોરન્ટના વિરોધમાં ફરિયાદ કરી શકે છે. તો જાણો કેવી રીતે કરી શકાશે ફરિયાદ.
જો કોઈ ગ્રાહકને સર્વિસ ચાર્જ કે કોઈ અન્ય પ્રકારની ફરિયાદ નોંધવી છે તો પહેલા તેને ઈ- દાખિલ પ્લેટફોર્મ પર પોતાને રજિસ્ટર કરવાનું રહે છે. આ માટે તમારે સૌથી પહેલા edaakhil.nic.in પર જવાનું રહેશે. અહીં પોતાને રજિસ્ટર કરવા માટે તમારી પાસે એક ઈમેલ આઈડી અને મોબાઈલ ફોન હોવો જોઈએ. સાથે જ તમને તમારી ઓળખ રજૂ કરતા ડોક્યુમેન્ટની કોપી અપલોડ કરવાની રહે છે. સોફ્ટ કોપીમાં વોટર આઈડી, પાન કાર્ડ, પાસપોર્ટ, રાશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે સાથે રાખો અને ધ્યાન રાખો કે આ ડોક્યુમેન્ટ્સને ફક્ત પીડીએફ ફોર્મેટમાં જ અપલોડ કરવાના છે. આ પછી તમે એક એકાઉન્ટ એક્ટિવેશન લિંક મેળવશો. મોબાઈલ પર એક OTP પણ આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.