BJPમાં બે ફાંટા રૂપાણી-પાટીલ વચ્ચે તણખા શાંત નહીં થાય તો આવનારી ચૂંટણીમાં ફટકો પડશે…

રાજકોટ ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી જયેશ રાદડિયા સામે ભાજપના જ કેટલાક આગેવાનોએ વિરોધ-વાંધા ઉઠાવ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે ભાજપમાં બે ફાંટા પડી ગયા હોય એવું ચિત્ર સામે આવ્યું છે.અને એક બાજુ પટેલ જૂથ અને બીજી બાજુ વિજય રૂપાણીનું જૂથ સામસામે છે.

જયેશ રાદડિયા સામે સામે સહકારી ક્ષેત્રમાંથી બેંકમાં ભરતી ને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ભાજપના આગેવાનોએ કર્યા છે. બીજી બાજુ રૂપાણી અને પટેલ જૂથ વચ્ચે તકરાર ઘણા કિસ્સા પ્રજા સામે આવ્યા છે જેમાંથી ભાજપમાં ચાલી રહેલો જૂથવાદ પ્રજાની સમક્ષ આવ્યો છે. એક બાજુ છે રૂપાણી જૂથે બાંયો ચડાવી છે ત્યારે પ્રદેશ પ્રમુખ પાટીલનું ગ્રુપ પણ લડી લેવાના મૂડમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે આ જૂથવાદ મુદ્દે ધ્યાન દોરી શકે છે અને તેના પર સૌની નજર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.