રોકડામાં ટ્રાન્ઝેકશન પર આવકવેરાની હવે બાજ નજર રહેવા માંડી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવકવેરા વિભાગે બેંક, મ્યુચ્યુઅલ ફંડ હાઉસ, બ્રોકર પ્લેટફોર્મ જેવા ઇન્વેસ્ટમેન્ટના પ્લેટફોર્મ પર સામાન્ય માણસ માટે રોકડ લેવડ-દેવડના નિયમો કડક કરી દીધા છે.
ઘણા એવા ટ્રાન્ઝેકશન હોય છે જેની પર ઇન્કમટેક્સની નજર રહેતી હોય છે. બેંક, મ્યૂ. ફંડ, બ્રોકરેજ હાઉસ કે પ્રોપર્ટી રજિસ્ટ્રાર પાસે જો તમે મોટી રકમનું રોકડ ટ્રાન્ઝેકશન કર્યું હોય તો તેની જાણ આવકવેરા વિભાગને કરવી પડે છે. તો આવા 5 ટ્રાન્ઝેકશન વિશે જાણી લો જે તમને મુસીબતમાં મુકી શકે છે.
બેંક ફિક્સ ડિપોઝીટ- એક વર્ષમાં જો તમે એક વાર અથવા એકથી વધારે વખત બેંક ફિક્સ ડિપોઝીટમાં 10 લાખ રૂપિયા કે તેનાથી વધારે રકમ જમા કરાવશો તો આવકવેરા વિભાગ તમારી આવકના સોર્સ વિશે પુછી શકે છે. એવામાં જો શક્ય હોય તો ફિક્સ ડિપોઝીટ માં મોટાભાગની રકમ ઓનલાઇન માધ્યમથી કે ચેકથી જ જમા કરાવો.
બેંક બચત ખાતા- જો કોઇ ગ્રાહક એક નાણાંકીય વર્ષમાં પોતાના ખાતામાં એક થી વધારે ખાતામાં જો 10 લાખ રૂપિયાથી વધારે રકમ જમા કરાવે તો આવકવેરા વિભાગ સોર્સ વિશે પુછી શકે છે અને કરન્ટ એકાઉન્ટમાં આ મર્યાદા 50 લાખ રૂપિયા છે.
શેર, મ્યુ. ફંડ, ડિબેન્ચર્, બોન્ડની ખરીદી- જો તમે શેરમાં, મ્યુ. ફંડમાં.ડિબેન્ચર્સમાં કે બોન્ડસમાં મોટી રકમનું કેશ ટ્રાન્ઝેકશ કરો છો તો તમને મુશ્કેલી આવી શકે છે અને એક નાણાંકીય વર્ષમાં ઇન્વેસ્ટ્મેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં વધારેમાં વધારે 10 લાખ રૂપિયા સુધી જ કેશ ટ્રાન્ઝેકશન કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.