મોત અંતિમ સત્ય છે. તેમ છતાં પણ દરેક લોકો તેનાથી ડરતા હોય છે. તેના વિશે વધુમાં વધુ જાણવા માટે પણ ઉત્સુક રહેતા હોય છે. મોતના સમયે કેવો અનુભવ હોય છે અને મોત બાદની જિંદગી કેવી હોય છે. તેને લઈને કેટલીય શોધ થઈ, અનુમાનો લગાવ્યા. આજે અમે પણ અહીં આપને આવા જ સંકેતો અને અનુભવો વિશે જણાવા જઈ રહ્યા છીએ. જે મોત આવતા પહેલા જોવા મળે છે. જે બતાવે છે કે, થોડા સમયમાં જ વ્યક્તિનું મોત થઈ શકે છે. મૃત્યુના આ સંકેતોનો ઉલ્લેખ શિવપુરાણમાં આપ્યો છે.
શિવપુરાણમાં જણાવ્યા અનુસાર જ્યારે વ્યક્તિનું મોત નજીક હોય છે. ત્યારે તેને પછડાયો દેખાવાનું બંધ થઈ જાય છે. તેને પાણી, તાપ, ઘી, અરીસામાં પણ પોતાનો પડછાયો દેખાતો નથી.
https://www.youtube.com/watch?v=sR2zcFddoB8&t=329s
જ્યારે વ્યક્તિને સૂર્ય અને ચંદ્ર કાળો નજરે પડે. તથા તેની ચારે બાજૂ ચમકીલુ, લાલ-કાળો ઘેરાવ દેખાવા લાગે તો બની શકે છે થોડા સમયમાં જ આપનું મૃત્યુ થઈ શકે છે.
વ્યક્તિના માથા પર ગીધ, કાગડો અથવા કબૂતર બેસવુ કોઈ પણ વ્યક્તિની ઉંમર ઓછી કરવાના સંકેતો હોય છે. કોઈ વ્યક્તિ અચાનક માખીઓથી ઘેરાય તો પણ તે મૃત્યુના સંકેતો છે.
જ્યારે વ્યક્તિનું મોત નજીક હોય છે. તો તેને ધ્રુવ તારો અથવા સૂર્ય મંડલનો કોઈ પણ તારો દેખાવાનું બંધ થઈ જાય છે. તેને રાતમાં ઈંદ્રધનુષ અને દિવસના અજવાળામાં ઉલ્કાપાત દેખાવા લાગે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.