ચીન અને તાઈવાનની વચ્ચે દાયકાઓથી ચાલી રહેલ ખેંચતાણ છેલ્લા કેટલાક દિવસોથી ટોચ પર છે. અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની હાલની તાઇવાન મુલાકાતે સંકટને એકવાર ફરીથી ઉભું કર્યું છે અને ચીન આ મુલાકાતની ખબર સામે આવ્યા પછી સતત ચેતવણી આપી રહ્યું હતું અને હવે એ વાતની આશંકા ગહેરાઈ ગઈ છે કે, ક્યાંક તાઈવાનની ખાડીમાં યુદ્ધની શરૂઆત નહીં થઈ જાય. આ તમામ ઘટનાક્રમની વચ્ચે દુનિયાને એક બીજી ચિંતા સતાવી રહી છે કે. પહેલાથી જ ઓટોથી લઈને સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રી સુધી કંપનીઓ ચિપની અછતથી પરેશાન છે અને જો તાઈવાનમાં સ્થિતિ બગડવા પર આ સંકટ હજુ ગંભીર બની શકે છે કારણ કે, આ નાનો દેશ સેમિકન્ડક્ટરના મામલામાં વિશ્વની ફેક્ટરી છે.
સેમિકન્ડક્ટરના મામલામાં તાઇવાનના ઉદયની શરૂઆત થઈ વર્ષ 1985મા. તાઇવાનની સરકારે Morris Changને પોતાના દેશમાં ઊભરતી સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને વિકસાવવા માટે રૂપરેખા તૈયાર કરવાનું કામ સોંપ્યું. ત્યાર પછી, 1987મા, તાઇવાન સરકારે, Morris Chang, Chang Chun Moi અને Tseng Fan Cheng સાથે મળીને ‘તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની’ની સ્થાપના કરી. આજે તે વિશ્વની સૌથી મોટી સેમિકન્ડક્ટર કંપની છે. સેમિકન્ડક્ટરના મામલામાં આ કંપનીના દબદબાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, TSMC એક સમયે ગ્લોબલ માર્કેટની 92 ટકા માંગને પૂરી કરી રહી હતી અને જ્યારે, બીજા સ્થાન પર કાબીજ દક્ષિણ કોરિયાની કંપની સેમસંગની ભાગીદારી માત્ર 8 ટકા પર મર્યાદિત હતી.
વર્ષ 2020મા કોરોના મહામારીની શરૂઆત પછી, તાઇવાનની સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી પર ખૂબ જ ખરાબ અસર પડી છે. જોકે, આ પછી પણ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં તાઈવાનનું વર્ચસ્વ બરકરાર જ છે. તાઈપેઈ સ્થિત રિસર્ચ ફર્મ ટ્રેન્ડફોર્સના આંકડાઓ મુજબ, વર્ષ 2020મા સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીના ટોટલ ગ્લોબલ રેવન્યૂમાં તાઈવાની કંપનીઓની ભાગીદારી 60 ટકાથી વધુ રહી. આમાં સૌથી વધુ યોગદાન TSMCનું જ રહ્યું છે. TSMC હજુ પણ વિશ્વની સૌથી મોટી સેમિકન્ડક્ટર કંપની છે અને Apple, Qualcomm, Nvidia, Microsoft, Sony, Asus, Yamaha, Panasonic જેવી દિગ્ગજ કંપનીઓ તેની ક્લાયન્ટ છે.
અહીં તમને જણાવી દઈએ કે, સેમિકન્ડક્ટરનો ઈલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર, સ્માર્ટફોન, કારના સેન્સરમાં મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. સેમિકન્ડક્ટરનું ઉત્પાદન એક જટિલ કામ છે અને જેમાં ડિઝાઇન કરનારી કંપનીઓથી લઈને બનાવનારી કંપનીઓ પણ સામેલ થાય છે. આ સિવાય, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીના નેટવર્કમાં ટેકનોલોજી સપ્લાય કરવાથી લઈને સામગ્રી અને મશીનરી સપ્લાયને પૂરી પાડનારી કંપનીઓ પણ સામેલ થાય છે. તાઇવાનની અગ્રણી સેમિકન્ડક્ટર કંપની TSMC મુખ્યત્વે ઉત્પાદન પર ફોકસ કરે છે. TSMCના મહત્વને એ વાત પરથી પણ સમજી શકાય છે કે, તે સેમસંગની સાથે વિશ્વની એ બે સિલેક્ટેડ કંપનીઓમાંથી છે જે સૌથી અદ્યતન 5-નેનોમીટર ચિપ્સ બનાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.