છત્તીસગઢ હાઈકોર્ટ પત્નીના દારુ પીવાના અને માવા મસાલા ખાઈને પતિને તંગ કરવાની ઘટનાને ક્રૂરતા ગણાવી છે અને આવી ક્રૂરતા માટે પતિની સામે કેસ ચલાવી શકાય છે. હાઈકોર્ટમાં આવેલો એક કેસ ચર્ચાસ્પદ બન્યો છે. એક પરેશાન પતિએ હાઈકોર્ટને જણાવ્યું કે તેની પત્નીને દારુ પીવાની લત લાગી છે અને ગુટખા ખાધા બાદ રૂમમાં આમતેમ થૂંકતી ફરે છે અને પતિની ફરિયાદ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે કહ્યું કે આ પ્રકારનું વર્તન ગંભીર બેજવાબદારી અને ક્રૂરતા સમાન છે. જસ્ટીસે કહ્યું કે જો કોઈ પત્ની પુરુષોની જેમ પાન મસાલા, ગુટખા અને દારૂ સાથે માંસ ખાઈને તેના પતિને હેરાન કરે છે અને તો તે ક્રૂરતા સમાન છે. જસ્ટિસ ગૌતમ ભાદુરી અને જસ્ટિસ રાધાકિશન અગ્રવાલની બનેલી બિલાસપુર હાઇકોર્ટની બે જજોની બેન્ચે જણાવ્યું હતું કે પત્નીની આવી કૂરતાને આધારે પતિ તેની પાસેથી છૂટાછેડા માગી શકે છે.
પતિનો આરોપ છે કે જ્યારે તેણે ના પાડી તો ત્યારે પત્નીએ ત્રણ વખત પોતાને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને પરિવારના સભ્યોને ફસાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
વાસ્તવમાં છત્તીસગઢના કોરબા જિલ્લાના રહેવાશી યુવકના કટઘોરાની એક યુવતી સાથે સંબંધ હતા અને લગ્નના સાત દિવસ બાદ જ 26 મે 2015ની સવારે તેની પત્ની પથારીમાં બેભાન અવસ્થામાં પડી હતી. સારવાર માટે લઈ જતા પતિને જાણવા મળ્યું કે તેને દારૂ પીવાની સાથે સાથે નોનવેજ અને ગુટખા ખાવાની પણ લત લાગી હતી.
પરિવારજનોએ તેને આ વાત સમજાવી હતી. આ પછી પણ તે ન માની અને પત્નીએ પણ સાસરીવાળા સાથે ઝગડવાનું શરૂ કરી દીધું. ગુટખા ખાધા બાદ પત્ની બેડરૂમમાં આમતેમ થૂંકતી હતી અને ના પાડતાં ઝઘડો કરવા લાગી હતી અને તેણે 30 ડિસેમ્બર, 2015ના રોજ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, તે પછી પણ બે વખત છત પરથી કૂદકો મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને બે વખત જંતુનાશક દવા પીધી હતી, જેમાં સાસરિયાઓ પર આક્ષેપ કર્યો હતો. હાઈકોર્ટે તેને બેજવાબદારી અને ગંભીર પ્રકૃતિની ક્રૂરતા ગણાવી હતી. કોરબાની ફેમિલી કોર્ટે છૂટાછેડા માટે પતિની અરજી ફગાવી દીધી હતી. આ કેસની સુનાવણી બાદ જસ્ટિસ ગૌતમ ભાદુરી અને જસ્ટિસ રાધાકિશન અગ્રવાલની ડિવિઝન બેન્ચે પતિની રિટ અપીલ સ્વીકારી હતી અને ફેમિલી કોર્ટનો ચુકાદો ઉથલાવી નાખ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.