જો તમે પણ UPI થી પેમેન્ટ સ્વીકારો છો.તો ચેતી જજો નહિ તો તમારી સાથે પણ આ થઈ શકે છે.

મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડા પોલીસે એક એવા હાઈટેક ચોરની ધરપકડ કરી છે, જે એપની મદદથી જ્વેલરી શોપ ઓનર્સને ઠગતો હતો. તેની છેતરપિંડી કરવાની સ્ટાઈલ પણ એકદમ અલગ હતી.

તે જ્વેલરી ખરીદ્યા બાદ ઓનલાઈન પેમેન્ટ કરતો હતો, ફોન ડિસ્પ્લેમાં પેમેન્ટ ટ્રાન્સફર દેખાતું હતું, પરંતુ એ પૈસા એકાઉન્ટમાં જમા થતા ન હતા. કોઈને શંકા ન જાય એ માટે તે પૈસા ટ્રાન્સફર કરવાનો સ્ક્રીનશોટ પણ શેર કરી દેતો હતો.

પિંપરી ચિંચવડના પોલીસ કમિશનર કૃષ્ણ પ્રકાશે શુક્રવારે જણાવ્યું કે છેતરપિંડી કરવાની આ અનોખી રીત અપનાવનાર ઠગ માત્ર 22 વર્ષનો યુવક છે, જેનું નામ સુધીર જૈન છે. તે ઔરંગબાદના લાસુરમાં રહે છે. નિખિલ પુણેની સિંહગઢ કોલેજમાં બીટેક (IT)નો થર્ડ યરનો વિદ્યાર્થી છે. પોલીસે તેને પુણે નજીક ઉંડ્રી વિસ્તારમાંથી પકડી પાડ્યો છે, જ્યાં તે ભાડાના ઘરમાં રહેતો હતો.

આવી રીતે છેતરપિંડી કરતો હતો આરોપી

આરોપી સામાન્ય રીતે એવી જ્વેલરી શોપને ટાર્ગેટ કરતો હતો જ્યાં વધારે ભીડ હોય.
જ્વેલરી ખરીદ્યા બાદ તે ત્યાં UPIથી પેમેન્ટ કરવાની વાત કરતો હતો.
પેમેન્ટ માટે તે એક ઈ-કોમર્સ વેબસાઈટની UPI પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરતો હતો.
બાર કોડ સ્કેન કર્યા બાદ તે એમાઉન્ટ ભરતો હતો અને પછી પિન નાખીને આવતા સક્સેસફુલ મેસેજને દેખાડીને તે ત્યાંથી ચાલ્યો જતો હતો.
શોપ ઓનર તેની પાછળ ન પડે એ માટે તે નાના ટ્રાન્ઝેક્શન, એટલે કે 20થી 30 હજારની ખરીદી કરતો હતો.
‘યુ-ટ્યૂબ’ જોઈને આવ્યો આઈડિયા
પોલીસ કમિશનર કૃષ્ણ પ્રકાશે જણાવ્યું હતું કે નિખિલ ભણવામાં ઘણો જ હોશિયાર છે, પરંતુ તે પોતાના ક્રેડિટ કાર્ડનો વધુપડતો ઉપયોગ કરતો હતો, જેને કારણે તે મોટા દેવાં હેઠળ આવી ગયો છે. એની ચુકવણી માટે તેણે ફેક પેમેન્ટ એપનો ઉપયોગ કર્યો હતો. આ એપની જાણકારી તેને યુ-ટ્યૂબમાંથી મળી હતી.

કમિશનર કૃષ્ણ પ્રકાશે જણાવ્યું હતું કે આ પ્રકારની એપથી ખોટું ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, એટલે કે પહેલી નજરે જોતાં એવું લાગે કે પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે, પરંતુ હકીકતમાં આ ટ્રાન્ઝેક્શનના પૈસા એકાઉન્ટમાં જમા નથી થતા. આરોપી નિખિલે પણ આજ પદ્ધતિ અપનાવીને ઘણા જ્વેલરી માલિકો પાસેથી લાખોનાં ઘરેણાં ખરીદ્યાં.

આ રીતે ઝડપાઇ ગયો આરોપી

એક જ્વેલરી શોપના માલિકની ફરિયાદ પછી પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી અને CCTV ફૂટેજના આધારે આરોપીને પકડ્યો. પોલીસની ગુંડાવિરોધી ટીમે નિખિલની આકરી પૂછપરછ કરી અને થોડી જ વારમાં તેને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. શુક્રવારે આરોપીની ધરપકડ પછી કેટલાક વધુ પીડિતો CCTV ફૂટેજની સામે આવ્યા અને આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો.

,આરોપીની પાસેથી 105 ગ્રામ સોનાનાં ઘરેણાંની સાથે એક મોંઘો મોબાઈલ ફોન અને 1 સ્કૂટર જપ્ત કરાયું છે. આ ઉપરાંત આરોપીની પાસેથી પાંચ લાખ રૂપિયાનો મોંઘો સામાન પણ મળી આવ્યો છે. માનવામાં આવે છે કે આ વસ્તુઓને પણ તેને આ રીતે પ્રોક્સી પેમેન્ટથી ખરીદ્યું હશે. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીની સાથે વધુ કેટલા લોકો સંડોવાયેલા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.