હાલ દુનિયામાં બધા લોકોને કઇંકને કઇંક વ્યસન હોઈ છે, તે પછી નાની ઉમરના વ્યક્તિઓ હોઈ કે મોટી ઉંમરના તેમને કંઇક ને કંઇંક વ્યસન તો હોઈ જ છે, અને આપણે સૌ જાણીએ છીએ વ્યસન સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક છે, તે પછી પાન,માવા સિગરેટ કે પછી શરાબ ગમે તેનું હોઈ અને એકવાર કોઈપણ વ્યક્તિને વ્યસનની આદત પડી જાય તો પછી કોઇપણ સંજોગો માં તે છોડી શકતો નથી, પરંતુ આજે આપણે સૌથી મોટું વ્યસન તંબાકુ કે જે હાલ મોટાભાગના લોકોને છે અને તેને છોડવાનું ઘરેલું ઉપાયની વાત કરવાની છે.
કોઈપણ વ્યક્તિને જો તંબાકુના વ્યસનથી મુક્ત થવું હોઈતો એક ઘરેલું ઉપાય છે કે, આંબલા આંબલાનો પાવડર બનાવી તેને ખાવાથી તંબાકુની આદત પર કાબુ મેળવી શકાય છે અને આનું સેવન આપણા શરીર માટે ખુબજ ફાયદાકારક છે. આંબલાની જેમ અજમાના પાવડરનું પણ સેવન કરવાથી તંબાકુની આદત છુટી જાય છે. અજમાનો પાવડર બનાવી તેમાં લીંબુનો રસ મેળવી જેમ આપણે તંબાકુ ખાઈએ છીએ, તેવીજ રીતે આ પાવડર ખાવાથી તંબાકુ ખાવાનું વ્યસન છુટી શકે છે.
તંબાકુના વ્યસન છોડવાના ઘણા બધા ઉપાયો છે, ઘણા લોકોને તંબાકુ ચાવવની આદત હોઈ છે, જો તેની એ આદત છોડવી હોઈ તો તંબાકુ ની જગ્યાએ ચીન્ગ્મ ચાવવાનું શરુ કરવું, અને ઘણા લોકોને તંબાકુની સુગન્ધ પણ ખુબજ ગમતી હોઈ છે, તો તેને ગુલાબ, કેવડા જેવી સારી વસ્તુ સુંઘવાની આદત પાડવાથી તંબાકુ સુંઘવાની આદત ભૂલી જવાય છે,અને તંબાકુ નું વ્યસન છોડવું ખુબજ મુશ્કેલ હોઈ છે, પરંતુ તેનાથી હાર માન્યા વગર તેનો સામનો કરી આપણું મનને કાબુ કરી છોડવાના તમામ પ્રયાસો કરવાથી તંબાકુ છુટી જાય છે.
ઘણા લોકો ઘણા લાંબા સમયથી તંબાકુ સેવન કરતા હોઈ છે, તેથી તેને તંબાકુ છોડવામાં ખુબજ મુશ્કેલી પડતી હોઈ છે, અને જે લોકો લાંબા સમય બાદ તંબાકુ છોડે ત્યારપછી તે લોકોને માથાનો દુખાવો, નીંદ ન આવવી, શરીર કમજોર થઇ જવું, સ્વભાવ ચીડચીડિયો થઇ જવો તેવું થાય છે, અને આવી પરિસ્થતિ ના કારણે ઘણા લોકો તંબાકુ નું વ્યસન ફરી વખત શરુ કરી દેતા હોઈ છે, પરંતુ જો આપણે તંબાકુ નું વ્યસન છોડીએ છીએ તો આપણે આપણી ઇચ્છાશક્તિ કમઝોર થવા ન દઈએ અને ભલે ગમે તેટલી મુશ્કેલી પડે પણ આપણે આપણું મનોબળ મજબુત રાખી એક દ્રઢ નિશ્ચય કરી લઈએ કે તંબાકુ નું વ્યસન ફરીવાર કરવું જ નથી. અને જો આપણને ઉપરોક્ત પરિસ્થતિ ઉભી થાય તો આપણે આપણને બીજા અન્ય કાર્યોમાં વ્યસ્ત કરી તેને ભૂલવાના પ્રયત્ન કરવા જોઈએ, અને આપણી ઇચ્છાશક્તિ ને ખુબજ મજબુત બનાવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.