તમે પણ સ્પામાં જતા હોય તો ચેતી જજો, જુઓ આ ઘટના વિગતવાર…

સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતો આઈ.ટી. સોફ્ટવેર યુવક હનીટ્રેપનો શિકાર બન્યો છે અને જેમાં મહિલા સહિતની ટોળકીએ યુવકને વોટ્સઅપ કોલ કરી નવુ સ્પા ચાલુ કર્યું છે સારી એવી ફેસીલીટી મળશે કહી અલથાણ વીઆઈપી રોડ આર્શીવાદ એવન્યુ વાળી ગલીમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં બોલાવ્યા બાદ સાગરીતો સાથે મળી રૂ. 10.13 લાખ પડાવ્યા છે

અલથાણ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર પાટીયા જ્યોતીનગર ખાતે રહેતા હરેશ(નામ બદલ્યુ છે) અડાજણ કેબલ સ્ટેઈડ બ્રિજ પાસે સીતાડેલ બિલ્ડિંગમાં છેલ્લા આઠ મહિનાથી ઓનલાઈન આઈ.ટી ના પ્રોજેક્ટ જેમાં મોબાઈલ એપ તથા ગુગલ કલાઉડના સોફ્ટવેર બનાવવાનું કામ કરે છે.

ગઈ તા 9મી જુનના રોજ ઓફિસમાં બેઠો હતો. તે વખતે વિરેન્દ્ર ઉર્ફે રામ નામના યુવકે વોટ્સઅપ કોલ કરી તમારો મોબાઈલ નંબર અગાઉ સ્પામાં ગયા હતા ત્યાંથી મળ્યો છે અને અમે વી.આઈ.પી રોડ શ્યામ બાબા મંદિરની સામે કેવલનગર ખાતે નવુ સ્પા ચાલુ કર્યુ છે તમે ત્યાં આવશો તો સારી એવી ફેસીલીટી આપીશું તેવી વાત કરી લોકેશન મોકલી આપ્યું હતું.

લોકેશનના આધારે હરેશ વીઆઈપી રોડ વોટરહિલ્સ પાસે પહોંચી ગયો હતો. ત્યાંથી હરેશને અજાણ્યો એક મકાનમાં લઈ ગયો હતો. મકાનમાં ત્રણ મહિલાઓ હતી. હરેશને પહેલા માળે એક મહિલા સાથે બેડ ઉપર બેસાડ્યો હતો. થોડીવારમાં બહારની સાઈડથી જોરજોરથી બારણું ખખડાવવાનો અવાજ આવતા મહિલા બારણું ખોલી વોશરૂમમાં જતી રહી હતી.

દરવાજો ખોલવાની સાથે જ અંદર ઘુસી આવેલા બે અજાણયાએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને હરેશને મારવા લાગ્યા હતા. તેમજ હરેશ પાસેના ચાર એટીએમ કાર્ડ લઈ લીધા હતા અને મોબાઈલમાંથી વિરેન્દ્ર સાથે વોટ્સઅપમાં થયેલી ચેટ ડિલીટ કરી હતી.

તે શખ્સોએ હરેશને પોલીસ સ્ટેશન લઈ જઈ મીડીયાને બોલાવી લાઈવ ન્યુઝ ચાલુ કરી બદનામ કરવાની ધમકી આપી 10 લાખની માંગણી કરી હતી. સમાજમાં બદનામી થવાના ડરથી હરેશને તેમના કહેવા મુજબ સંજય જાદવ નામના યુવકના બેન્ક ઓફ બરોડાના ખાતામાં રૂપિયા 10, 13, 313 ટ્રાન્સફર કરાવ્યા હતા. પૈસા પડાવી લાધા બાદ ટોળકીએ મહેશને તેનો મોબાઈલ અને એટીએમ કાર્ડ આપી દીધા હતા અને આ બાબતની કોઈને જાણ કરી તો તકલીફ પડી જશે તેવી ધમકી આપી હતી. બનાવ અંગે હરેશની ફરિયાદને આધારે અલથાણ પોલીસે ત્રણ મહિલા સહિત સાત જણાની ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.