જો તમે પણ ક્રેડિટકાર્ડ વાપરતા હોવ તો થઈ જજો સાવધાન નહિ તો તમારી સાથે પણ થઈ શકે છે આવું..

યુવકનો ફોન સ્વિચ ઓફ હોવા છતાં ગઠિયાએ ક્રેડિટ કાર્ડમાંથી ટ્રાન્ઝેક્શન કરી લીધા

ટેકનોલોજીના વધી રહેલા ઉપયોગ સાથે સાયબર ફ્રોડના કેસો પણ સતત વધી રહ્યા છે. ક્રેડિટ કાર્ડ અથવા OTP મેળવીને ઘણા લોકો સાથે છેતરપિંડીના બનાવો સામે આવી ચૂક્યા છે, ત્યારે હવે શહેરમાં એક સાયબર ક્રાઈમનો અલગ જ બનાવ બન્યો છે, જેનાથી લોકો પણ વિચારતા થઈ ગયા છે. કૃષ્ણનગરમાં એક વ્યક્તિના ક્રેડિટ કાર્ડમાંથી OTP વિના જ 1.95 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થઈ ગયું, જેથી સાયબર ક્રાઈમનો ભોગ બનેલી વ્યક્તિએ અંતે પોલીસને ફરિયાદ નોંધાવી છે.

બેંકમાંથી સાયબર ફ્રોડની જાણ કરવામાં આવી
ઘટનાની વિગતો મુજબ, શહેરના કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડમાં રહેતા 36 વર્ષીય સુરેશ આસુદાની પાસે કોટક મહિન્દ્રા બેંકનું ક્રેડિટ કાર્ડ હતું. આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તેઓ પેટ્રોલ-શોપિંગ માટે કરતા અને ઓનલાઇન બેંકિંગથી ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરતા હતા. રાત્રે તેઓ ઘરે જઈને 10 વાગ્યા પછી પોતાનો ફોન બંધ રાખતા હોય છે, જોકે 28 જુલાઈ 2020ના રોજ તેમના પિતાના ફોન પર કોટક મહેન્દ્રા ટેક્નિકલમાંથી ફોન આવ્યો હતો.

કાર્ડમાંથી 1.95 લાખ ઊપડી ગયા
ફોન કરનારી વ્યક્તિએ પોતે બેન્કમાંથી બોલતી હોવાનું જણાવ્યું હતું.અને ત્યારબાદ સુરેશભાઈએ વાત કરતાં બેન્કના કર્મીએ કહ્યું હતું કે તમારા ક્રેડિટ કાર્ડમાંથી રૂ.1.95 લાખનું ટ્રાન્જેક્શન થયું છે, જે તેમણે કર્યું છે કે નહીં આ બાબતે પૂછપરછ કરી હતી અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે કહ્યું હતું. સુરેશભાઈએ થોડીવાર પછી ફોન અને મેલ ચેક કરતા તેમના ક્રેડિટ કાર્ડમાંથી ચાર ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જણાયું હતું.

OTP મેળવ્યા વિના છેતરપિંડી
આથી સુરેશભાઈએ પોલીસમાં અરજી આપીને જાણ કરી હતી અને આ મામલે તપાસ શરૂ કરાઈ હતી. જોકે તેમનું એકાઉન્ટને બેંક દ્વારા ફ્રીઝ કરી દેવામાં આવ્યું હોવાથી તેઓ 85 હજાર તેઓ ઉપાડી શક્યા નહોતા. બેંક દ્વારા તેમને પોલીસમાં ફરિયાદ માટે કહેવાતાં આખરે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અહીં ખાસ વાત એ છે કે તેમનો ફોન બંધ હતો અને OTP પણ નહોતો આવ્યો, છતાં પણ ભેજાબાજે છેતરપિંડી આચરી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.