જો તમને વીજકંપનીની સર્વિસ પસંદ નથી તો આવી ,ટૂંક સમયમાં ટેલીફોન કંપનીની જેમ વીજ કંપની પણ બદલી શકશો….

જો તમને ઘરે વીજળી સપ્લાઈ કરનારી કંપનીની સર્વિસ પસંદ નથી આવી રહી, અથવા તમારું વીજ બિલ ખૂબ જ વધુ આવી રહ્યું છે, તો આવનારા સમયમાં તમે મોબાઈલ ઓપરેટર કંપનીઓની જેમ પોતાની વીજ કંપની પણ બદલી શકશો. સરકાર આ બાબતમાં એક બિલ બહું જલ્દી સંસદમાં લાવી શકે છે. પ્રસ્તાવિત બિલ આવ્યા પછી, હાલની વિતરણ કંપનીઓ તેમની સેવાઓ ચાલુ રાખશે, પરંતુ એજ ક્ષેત્રમાં અન્ય વીજ વિતરણ કંપનીઓ પણ પાવર સપ્લાયનો વ્યવસાય કરી શકશે અને આવી સ્થિતિમાં, ગ્રાહકો પાસે ઘણી બધી પાવર કંપનીઓમાંથી પસંદગી કરવાનો વિકલ્પ હશે.

કેન્દ્રીય વીજ મંત્રી R.K.સિંહે ગુરુવારે જણાવ્યું કે, સરકાર ઇલેક્ટ્રિસિટી બિલ-2021 આ વર્ષે જ મોન્સુન સત્રમાં લાવી શકે છે. આ બિલ લોકોને ઘણી વીજ કંપનીઓમાંથી એકનું સિલેક્શન કરવાની સ્વતંત્રતા આપશે, જેમ હાલમાં મોબાઈલ ઓપરેટર્સની બાબતમાં છે. સિંહે આ વાતો ઈન્ડિયા એનર્જી ટ્રાન્સમિશન સમિટ-2022ને સંબોધિત કરતાં કહી અને આ સંમેલનનું આયોજન ફિક્કીએ કર્યું હતું. આ વખતે મોન્સુન સત્ર જુલાઇ મહિનાના અંત સુધીમાં શરૂ થવાની આશા છે.

આ બિલ લાવવાનો હેતુ વીજ વિતરણના વ્યવસાયને લાયસન્સથી મુક્ત બનાવવાનો છે. જેનાથી માર્કેટમાં સ્પર્ધા વધશે અને એટલું જ નહિ આ બિલનો હેતુ ગ્રાહકોના હિતમાં ઇલેક્ટ્રિસિટી એપેલેટ ટ્રિબ્યુનલને (APTEL) મજબૂત કરવાનો પણ છે. જેના માટે સરકાર દરેક વીજળી આયોગમાં કાયદાની પૃષ્ઠભૂમિમાંથી આવનારા એક સભ્યની નિમણૂક કરશે. સાથે જ ગ્રાહકોના અધિકારો અને જવાબદારીઓને વ્યાખ્યાયિત કરશે.

R.K.સિંહે એ પણ જણાવ્યું કે વીજ કંપનીઓને સ્વચ્છ ઉર્જાની ખરીદી કરવા માટે કહેવામાં આવશે. સાથે જ પવન ઉર્જાની ખરીદી માટે અલગ પ્રતિબદ્ધતા નક્કી કરવામાં આવશે. આ સિવાય મંત્રાલયે અરુણાચલ પ્રદેશમાં 30,000 મેગાવોટના હાઈડ્રો પાવર પ્રોજકેટને લગાવવાની યોજનાને અંતિમ રૂપ આપી દીધું છે અને સાથે જ જમ્મુ કાશ્મીરમાં પણ 5 હાઈડ્રો પાવર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

એવી કંપનિઓ જે વીજ વિતરણ વ્યવસાયમાં ઉતરવા માંગે છે, તેમણે કેન્દ્ર સરકારની યોગ્યતા શરતોનું પાલન કરવું પડશે અને વીજ વિતરણ શરૂ કર્યા પહેલા પોતાને વાજબી કમીશનની સાથે રજિસ્ટર્ડ કરવું પડશે, કમીશને પણ કંપનીને 60 દિવસની અંદર રજિસ્ટર્ડ કરવું પડશે અને કમીશન રજિસ્ટ્રેશનને રદ પણ કરી શકે છે, જો કંપની યોગ્યતાની શરતોને પૂર્ણ કરતી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.