હવે જો તમે વેક્સીનનો બીજો ડોઝ નહિ લો તો પોલીસ તમને કોલ કરશે અનેબરાજ્ય માં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેમાં ખાસ કરી ને અમદાવાદ માં સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે કોરોનાથી બચવા માટે વેક્સિન એક માત્ર ઉપાય છે હવે જો તમે વેક્સિનના 2 ડોઝ નહિ લીધા હોય તો તમને પોલીસ સ્ટેશન થી ફોને આવશે. અમદવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન કાર્યક્રમમાં લોકો ને બીજો ડોઝ લેવા જાણ કરવામાં આવી છે પણ લોકો હજુ પણ બીજા ડોઝ લેવામાં લાપરવાહી કરી રહ્યા છે જેના પગલે મ્યુન્સિપલ કોર્પોરેશને પોલીસનો સહારો લીધો છે.
લોકો ને ડરાવી ને પણ વેક્સિન લેવા AMC તૈયાર છે તેમને પોલીસ ને લિસ્ટ પણ આપ્યું છે હવે તમને સ્થાનિક પોલીસ દ્વારા વેક્સિન નો બીજો ડોઝ લેવા માટે ફોન આવશે અમદાવાદમાં આશરે 6 લાખ થી વધુ લોકો એ બીજો ડોઝ લીધો નથી ત્યારે AMC પણ વૅક્સિન લેવા માટે આડકતરો રસ્તો અપનાવ્યો છે કોર્પોરેશને પોલીસને કામ સોંપતા પોલીસ કર્મચારીનું કામ નું ભારણ વધ્યું છે એક બાજુ તેમને કાયદાઓ અને વ્યવસ્થાની જાળવણી કરવાની હોય છે ને બીજી બાજુ વાઇબ્રન્ટ સમિટ પણ યોજાવની છે આવામાં હવે પોલીસ અધિકારીઓનું કામ વધી જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.