સુરતમાં પ્રેમપ્રકરણની એક વાત ગ્રીષ્માની હત્યા સુધી પહોંચી ગઇ છે. ગ્રીષ્માની હત્યાની શાહી હજૂ સૂકાઇ નથી ત્યાં બીજી બાજુ ચોકબજાર વિસ્તારમાં રહેતી એક યુવતીને બળજબરીપૂર્વક ઘરેથી બોલાવીને ફરવા લઇ ગયા બાદ તેના ઘરે મુકી ગયો હતો, આ ઉપરાંત સગીરાના પિતા અને ભાઇને મારી નાંખવાની પણ ધમકી આપતા પોલીસે અપહરણ અને છેડતીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સિંગણપોરમાં રહેતી અને ધો-૧૦માં અભ્યાસ કરતી સગીરાની પાછળ સિંગણપોરના સુમન પ્રતિક આવાસમાં રહેતો કેવલ કલ્પેશ માંડલીયા પાછળ પડ્યો હતો અને કેવલ સગીરાની સાથે 2019થી જ સગીરા જ્યારે ટ્યુશન કે સ્કૂલમાં જતી હતી, ત્યારે તેનો પીછો કરીને હેરાન કરતો હતો. કેવલે સગીરાનો મોબાઇલ નંબર લઇને તેને વ્હોટ્સએપ કોલ તેમજ મેસેજીસ કરતો હતો. સગીરાએ કોઇ જવાબ નહીં આપતા તેને ઘરેથી જ ઊંચકી જવાની ધમકી આપી હતી. કેવલે સગીરાને ફોન કરીને કહ્યું કે, તું ઘરેથી નહીં આવીશ તો હું તારા ઘરે આવીશ અને તેને લઇને ચાલ્યો જઇશ, સાથે જ તારા પરિવારમાં તારા ભાઇ અને તારા પિતાજીને મારી નાંખીશ. કેવલની ધમકીથી ડરીને સગીરા ચોકબજારમાં રહેવા જતી રહી હતી, કેવલ સગીરાને બહાર ફરવા માટે લઇ ગયો હતો અને ત્યારબાદ પરત ઘરે પણ મુકી ગયો હતો. પરંતુ કેવલના ત્રાસથી કંટાળી ગયેલી સગીરા અને તેના પરિવારે આખરે પોલીસ મથકના દરવાજા ખખડાવ્યા હતા. પોલીસે કેવલની સામે ગુનો નોંધીને તેની ધરપકડ પણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.