‘તું મારી સાથે ડુમ્મસ ફરવા નહીં આવે તો સગાઇ તોડાવી નાંખીશ’,કહી બ્લેકમેઇલ કરી સગીરાનો બનાવ્યો અશ્લીલ વીડિયો…..

તું મારી સાથે ડુમ્મસ ફરવા નહીં આવે તો સગાઇ તોડાવી નાંખીશ એવી ધમકી આપતો હતો અને એટલું જ નહીં, સગરામપુરાની તરૂણીને ડુમ્મસની ઝાડીમાં લઇ જઇ પ્રેમીએ મુખ મૈથુન કરાવ્યું હતું અને સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મળવા બોલાવતો હતો અને મારી સાથે લગ્ન નહીં કરે તો કયાંય થવા નહીં દેવાની ધમકી આપી હતી. આ પ્રેમસંબંધની મંગેતરને જાણ થતા સગાઇ તોડી નાંખી છે.

આ અંગેની મળતી વિગતો એવી છે કે, સગરામપુરામાં રહેતી સગીરા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને ત્યારે તે જાસીમ નામના યુવકના પ્રેમમાં પડી હતી અને પ્રેમી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તું મારી સાથે ડુમ્મસ નહીં આવે તો તારી સગાઇ તોડાવી નાંખીશ એમ કહી બ્લેકમેલ કરતો હતો. દરમિયાન સગીરાને ડુમ્મસ લઇ જઇ મુખ મૈથુન કરાવી વિડીયો બનાવ્યો હતો

આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તું મારી સાથે લગ્ન નહીં કરે તો તારા કયાંય લગ્ન થવા દઇશ નહીં તેવી ધમકી આપી હતી. દરમિયાન ગત 10 જૂને ઘર નજીક રહેતી દાદીના ઘરેથી સગીરા વહેલી સવારે ગુમ થઇ ગઇ હતી. જોકે, તે સગરામપુરા ચોગાન શેરીમાંથી મળી આવી હતી.જેથી પરિવારે પૂછપરછ કરતાં મંગેતરને મળવા ગઇ હોવાનું કહ્યું હતું. જોકે, પરિવારે વધુ પૂછપરછ કરતાં પ્રેમી જાસીમ સલીમ શેખને મળવા ગઇ હોવાનો ધડાકો કર્યો હતો. તેમજ તેણે સ્કૂલમાં અભ્યાસ સમયે તેની સાથે પ્રેમસંબંધ બંધાયા હોવાનું પણ કબૂલ્યું હતું.

આ ઘટના બાદ પ્રેમી સગીરાને વારંવાર બ્લેકમેલ કરી મળવા બોવાવતો હતો. વીડિયો બનાવ્યાની માતા-પિતાને જાણ થતાં તેમણે જાસીમ પાસે મોબાઇલમાંથી વીડિયો અને ફોટા ડિલીટ કરાવી દીધા હતા. પરંતુ પ્રેમીએ આ અંગે સગીરાના મંગેતરને વાત કરી દેતા સગાઈ તૂટી ગઈ હતી. બીજી તરફ પ્રેમી સગીરાને લગ્ન માટે દબાણ કરતો હોવાથી અંતે કંટાળેલી સગીરાએ પ્રેમી સામે ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. પોલીસે સગીરાની ફરિયાદને આધારે કાર્યવાહી કરી જાસીમની ધરપકડ કરી લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.