હરિયાણાના કરનાલ જિલ્લામાં એક P.hd થયેલી દુલ્હનના ફેરા પૈસા અને ફોર્ચ્યૂનર ગાડીની ડિમાન્ડ પૂરી ન થવાના કારણે અધવચ્ચે જ રોકાઈ ગયા. આખી રાત દુલ્હન લગ્નના પહેરેલા કપડાંઓમાં ફેરા લેવાની રાહ જોતી રહી. સવારે પોલીસને બોલાવવામાં આવી હતી. વર પક્ષ પોલીસ સામે ફેરા લેવા માટે સવારે 8 વાગ્યે તૈયાર થઈ ગયો. ઘટનાસ્થળ પર કન્યા પક્ષના લોકોએ જવાબ માગતા કહ્યું કે રાતે 2/3 વાગ્યે ફેરા થવા સુધી વારંવાર બોલાવવા પર ન આવ્યા. પોલીસને જોઈને ફેરા કરી રહ્યા છો,તો તમે પછી કંઈ પણ કરી શકો છો.
જિંદનો રહેવાસી નસીબ કૃષિ વિભાગમાં સરકારી નોકરી કરી રહ્યો છે. જે છોકરી સાથે તેના લગ્ન થઈ રહ્યા હતા તે પણ શિક્ષણ વિભાગમાં સરકારી નોકરીમાં કાર્યરત છે. બંને સરકારી નોકરી કરી રહ્યા છે. કોમલના પિતા NDRIમા કાર્યરત છે. દીકરીને તેમણે જ પાલન પોષણ કરીને મોટી કરી છે. પાલન પોષણ અને ભણાવ્યા-ગણાવ્યા બાદ હવે લગ્ન કરનાલમાં કરી રહ્યા હતા. મૂળ રૂપે કન્યા પક્ષવાળા ઉત્તર પ્રદેશના રહેવાસી છે. આરોપ છે કે જ્યારે સંબંધ નક્કી થયા તો કોઈ પણ પ્રકારની ડિમાન્ડ રાખવામાં આવી નહોતી.
કન્યાના પિતાએ જણાવ્યું કે જાન આવ્યા બાદ લગ્નના રીત-રિવાજ થાય છે. તેમાં થનારા વેવાઈને અંગૂઠી અને વરરાજાને ચેન પહેરાવી. જ્યારે તેઓ લગ્નની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્યાંથી ઉઠ્યા તો તાત્કાલિક છોકરાએ ચેન ગળામાંથી કાઢી ને ફેકી દીધી. અમે હાથ જોડીને તેને પ્રાર્થના કરવા લાગ્યા તો સામે આવ્યું કે છોકરાના બનેવી અને બીજા ભાઈને પણ ચેન જોઈતી હતી. અમે બે દિવસ સુધીમાં આપવા માટે જણાવ્યું. તેઓ ના પાડતા ગાળાગાળી કરવા લાગ્યા અને ફેરા લેવાની ના પાડવા લાગ્યા.
20 લાખ રૂપિયા અને ફોર્ચ્યૂનર ગાડીની ડિમાન્ડ કરવામાં આવી. લાંબા સમય સુધી વર પક્ષના લોકોમાં અંદરો અંદર વાતો થતી રહી. અમે તેમને બોલાવતા રહ્યા અને તેઓ અમને નજરઅંદાજ કરતા રહ્યા. મારી દીકરી LLB, LLM, P.hd છે. તે જોબ કરે છે. જ્યારે કોઇની દીકરીને કોઈ એમ છોડી દે તો પિતા શું કરે. મંગળવારે સવાર સુધી બંને પક્ષો વચ્ચે મનામણી રિસામણી ચાલી. જ્યારે વર પક્ષ ન માન્યો તો છેવટે પોલીસને બોલાવવી પડી. છોકરીની માતાએ કહ્યું કે તેઓ વર પક્ષના લોકોના પગ પકડ્યા છતાં પણ કોઈ માનવા તૈયાર ન થયું.
તેમનો જમાઈ પણ ફોરચુન્નર ગાડીની માગણી કરી રહ્યો હતો. વરરાજાના બનેવી દિલ્હી પોલીસમાં છે. તે આવીને કહી રહ્યો છે કે તમે ફોર્ચ્યૂનર કહ્યું હતું હવે કેમ ફરી રહ્યા છો. પોલીસે જણાવ્યું કે જાણકારી બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. બંને પક્ષોની વાત સાંભળવામાં આવી રહી છે. કન્યા પક્ષ ગાડી, પૈસા અને ઘરેણાંની માગણી કરવાનો આરોપ લગાવી રહ્યો છે તો વર પક્ષે જણાવ્યું કે કરિયાવર લેવાની ના પાડી. તેમણે ચેન ઉતારી આપી હતી કે 10 દિવસ બાદ આપજો જેથી ઘરમાં ઝઘડો થાય નહિ. આ વાત પર તેમનો ઝઘડો થઈ ગયો. જો પરિવારજનો ફરિયાદ આપશે તો તપાસ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.