ટ્રાફિક વિભાગે શુક્રવારે રીક્ષા એસોસિએશન અને તેનાં કેટલાંક સભ્યો સાથે રોડ પર પાકિઁગ બાબતે મહત્વની ચચૉઁ કરવા એક બેઠક યોજી હતી .રિક્ષા ચાલકોને વધુ સ્ટેન્ડ ફાળવવા આવે તેવી પણ રજુઆત રિક્ષા ચાલક એસોશિયેશન દ્નારા કરવામાં આવી હતી.
અમદાવાદમાં સારી ટ્રાફિક સિસ્ટમ જળવાઈ રહે અને ટ્રાફિક નિયમોનું પાલન વાહન ચાલકો કરે તો અનેક સમસ્યાઓ આપ મેળે ઉકેલાઈ શકે છે. પરંતુ કેટલા વાહનચાલકો અને અનધિકૃત પાકિઁગને પગલે ટ્રાફિકને લગતી સમસ્યાઓ વધી છે.
https://www.youtube.com/watch?v=SfJEaFoUc2w&t=6s
અમદાવાદ શહેરમાં ૨ લાખ ૫૦ હજાર જેટલી રિક્ષાઓ છે. તેની સામે રીક્ષા સ્ટેન્ડ માત્ર ૨૨ હજાર છે. જેને લઈને સ્ટેન્ડ વધારવા આવે તેવી રજુઆત બેઠકમાં ટ્રાફિકનાં અધિકારીને કરવામાં આવી છે.
ટ્રાફિકના જેસીપી કોરોના કાળ અને લોકાડાઉન જેવી પરિસ્થિતિમાં રીક્ષા ચાલકો એ ઈમરજન્સીમાં લોકોની મદદ કરી હોવાની વાત કરી અને પોતાનો ગેસ બાળીને પોલીસને મદદ કરી હતી.
પરંતુ હાલની પરિસ્થિતિને જોતા શહેરના ટ્રાફિકને હળવો કરવા અનેક ઈનીસિયેટીવ ટ્રાફિક પોલીસ લઇ રહી હોવાનું દેખાઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.