આમ આદમી પાર્ટીના મંત્રી રાજેંદ્ર પાલે આપેલા હિન્દૂ ધર્મ વિરુદ્ધ નિવેદન બાબતે જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ
News Detail
આમ આદમી પાર્ટીના આ નેતાના નિવેદનને કારણે ગુજરાત હલી ગયું છે અને જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે તેમને ભારત તેમજ વિશ્વમાંથી આ બાબતના ફોન આવ્યા હતા. આમ આદમી પ્રતિ ગુજરાત તેમજ દેશની જનતાને છેતરી રહી છે. ગુજરાત રાજ્ય ભક્તિભાવ વાળું રાજ્ય તેમજ સમગ્ર ભારત ભક્તિભાવ વાળો દેશ છે. આપણા દેશના હિન્દૂ સમાજ જે સહિષ્ણુતાથી રહે છે તેનો લાભ અન્ય લોકો લઇ રહ્યા છે. વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે હું કેજરીવાલને અને અલ્યા મલ્યા અને જમલ્યાની ટોળીને કહેવા માંગુ છું કે આ લોકોને ઓળખ જો અને કોઈ અન્ય ધર્મ સંપ્રદાય વિરુદ્ધ તમારામાં હિંમત હોય તો બોલીને બતાવો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.