શું આપનું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે તો જાણો કેવી રીતે મળશે પાછું

આજનાં સમયમાં આધાર કાર્ડ (AADHAR CARD) એક મહત્વપૂર્ણ ડોકયુમેન્ટ (DOCUMENT) બની ગયું છે. તેના વિના તમારા ધણાં કામ (WORK) અટકી શકે છે. જો કે હવે જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે તો ચિંતા કરવાની જરુર નથી. તમે તેને સરળતાથી ડાઉનલોડ (DOWANLOAD) કરી શકો છો.

તમને જણાવી દઈએ કે UIDAI એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓફ ઈન્ડિયા દ્નારા જારી કરાયેલ આધાર કાર્ડ દેશનાં તમામ નાગરિકો માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. આ ડોકયુમેન્ટનો ઉપયોગ બેંક ખાતું ખોલવા એડમિશન લેવા અને અન્ય તમામ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે થાય છે.

આ રીતે ડાઉનલોડ કરો આધાર કાર્ડ..

  • આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે, તમારે પહેલા ઓફિશિયલ વેબસાઇટ https://uidai.gov.in/ પર જવું પડશે.
  • આ પછી તમારે ડાઉનલોડ આધારના Get Aadhaar વિકલ્પ પર જવું પડશે.
    હવે તમારે અહીં 12 અંકનો આધાર નંબર પણ એન્ટર કરવો પડશે. જો તમારી પાસે આધાર નંબર ઉપલબ્ધ નથી, તો તમારે 16-અંકનો વર્ચ્યુઅલ આઇડેન્ટિફિકેશન નંબર (VID) એન્ટર કરવો પડશે.
  • એકવાર તમે તે પ્રોસેસ પૂરી કરી લો, પછી તમારે સુરક્ષા કોડ એન્ટર કરવો પડશે.
  • તે પછી Send OTP પર ક્લિક કરો. ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.
  • તે પછી OTP એન્ટર કરો અને ‘Verify and download’ પર ક્લિક કરો.
  • આ પછી, તમને આધાર રિપ્રિન્ટ પહેલા ‘Preview Aadhaar Letter’ની સ્ક્રીન દેખાશે. તમારી ડિટેલ્સ બે વાર વેરિફાય કરો.
  • હવે તમારે પેમેન્ટ ઓપ્શન પસંદ કરવો પડશે અને હવે તમારે PDF ડાઉનલોડ કરવા માટે તમારી ડિજિટલ સિગ્નેચર સબમિટ કરવી પડશે.
  • એકવાર તમે બધી પ્રોસેસ પૂરી કરી લો, પછી તમે સરળતાથી તમારું આધાર ડાઉનલોડ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.