ચંપલ પહેરીને બાઈક કે સ્કૂટી ચલાવો છો તો હવે થશે એટલો દંડ….

જો તમે બાઈક કે સ્કૂટી ચલાવો છો તો તમારે આરટીઓના નિયમની સાથે સાથે ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે અને નહીં તો તમારું ખિસ્સું ખાલી થતાં વાર નહીં લાગે. જો તમે સેન્ડલ કે ચંપલ પહેરીને કોઈ પણ ટુવ્હીલર ચલાવો છો તો તમને 1 સપ્ટેમ્બર 2019થી લાગૂ કરાયેલા મોટર વ્હીકલ એક્ટના આધારે 1000 રૂપિયાનો દંડ લાગૂ પડી શકે છે.

ચંપલ અને સેન્ડલ પહેરીને બાઈક કે સ્કૂટી ચલાવવું એ ગુનો માનવામાં આવે છે. મોટર વાહન નિયમ અનુસાર ડ્રાઈવિંગ કરતી સમયે કેટલીક ખાસ ચીજો પહેરવી જરૂરી છે અને આ નિયમોને ઈગ્નોર કરવાનું તમને ભારે પડી શકે છે. ચાલકની સુરક્ષાને જોતા આ નિયમ બનાવાયો છે. તેનું પાલન ઘણા ઓછા લોકો કરે છે અને ભારતમાં ટ્રાફિક નિયમના આધારે તમે ટુવ્હીલર ચલાવો છો તો તમારે શૂઝ પહેરવા જરૂરી છે. જો તમે આવું નહીં કરો તો તમારી મુશ્કેલી વધી શકે છે.

જો તમે ચંપલ કે સેન્ડલ પહેરીને ડ્રાઈવિંગ કરતા પકડાઓ છો તો ટ્રાફિક પોલીસ તમારું ચલાન ફાડી શકે છે. મોટર વ્હીકલ એક્ટના આધારે તમારે 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. ચંપલ સિવાય ટુવ્હીલર ચલાવવા માટે તમારે ખાસ ડ્રેસ કોડનું પણ ધ્યાન રાખવાનું જરૂરી છે. ટુવ્હીલર ચલાવતી સમયે પેન્ટની સાથે શર્ટ કે ટીશર્ટ જરૂરી છે અને જો તમે યોગ્ય ડ્રેસ સાથે ગાડી ચલાવશો નહીં તો તમને 2000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે.

સ્લીપર કે સેન્ડલ પહેરીને ગિયરવાળા ટુવ્હીલર ચલાવવાનું ખતરા સમાન છે. ચંપલના કારણે દુર્ઘટનાનો ખતરો વધે છે અને આ નિયમોને પહેલાથી મંજૂરી મળી છે પરંતુ ઘણા ઓછા લોકો તેને ફોલો કરે છે અને કહેવાય છે કે આ નિયમોને લઈને વિભાગ ગંભીર છે અને વધતી દુર્ઘટનાને રકોવા માટે આ નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. તો હવે ફરીવાર ચલાણથી બચવા માટે ઘરેથી શૂઝ પહેરીને નીકળો. જેથી તમારું ખિસ્સું ખાલી ન થાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.