આ જોવા જઇએ તો હવે જન્માષ્ટમીનાં તહેવારને આડે હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યાં છે. ૩૦ ઓગસ્ટે રાજયભરમાં જન્માષ્ટમીનાં તહેવારની ઉજવણી થશે. દેશમાં સપ્ટેમ્બર મહિનમાં કોરોનાની ત્રીજ લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે.ત્યારે હાલ મંદિરો કોવિડ પ્રોટોકોલનું પાલન કરી રહયાં છે.
ત્યારે જલારામ મંદિર પર જન્માષ્ટમીનાં તહેવાર પર ભકતો મોટી સંખ્યામાં દશઁન કરવા જતાં હોય છે. ત્યારે ભકતો મોટી સંખ્યામાં ભેગા ન થાય. તે માટે વિરપુર ખાતે આવેલ જલારામ મંદિર ૨૭ ઓગસ્ટથી ૦૧ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
જલારામ મંદિર નાં ગાદીપતિ પૂજય રધુરામબાપ દ્નારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસ દરમિયાન અન્ન ક્ષેત્ર દશઁનાથીઓ માટે બંધ રહેશે. ૦૨ સપ્ટેમ્બરથી મંદિર ભકતો માટે રાબેતા મુજબ ખુલશે.
https://www.youtube.com/watch?v=5AdgKGPPJpc
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.