દારૂ વેચવો હોય તો દૂધ જેવો ચોખ્ખો વેચો. આ બફાટ કર્યો છે મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેયરમેન વિપુલ ચૌધરીએ કેમિકલ લઠ્ઠાકાંડમાં મોતના તાંડવથી આખું ગુજરાત ધણધણ્યુ છે અને એવામાં વિપુલ ચૌધરીની વણમાગી સલાહ સામે આવી છે.
પાટણમાં અર્બુદા સેનાની બેઠકમાં વિપુલ ચૌધરીએ મીડિયા સાથેની વાતમાં કહ્યુ કે, સહકારી સંસ્થાઓ ગુણવત્તા યુક્ત દૂધનું વેચાણ કરી રહી છે. તો ગુણવત્તાયુક્ત દારુનું વેચાણ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. વિપુલ ચૌધરી આટલે જ ન અટક્યા અને ત્યાં સુધી બોલ્યા કે, સરકારને તકલફી ન હોય તો દારૂના વેચાણ માટે અમારી એજંસી આપી દઈએ અને વિપુલ ચૌધરીએ દારૂબંધી હટાવી સહકારી ક્ષેત્રે દારૂનું વેચાણ કરવાની આપેલી વણમાગી સલાહથી મોટો વિવાદ સર્જાયો છે.
નોંધનીય છે કે, સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા બોટાદ કેમિકલ લઠ્ઠાકાંડમાં વધુ એક મોત થયું છે. આ સાથે કેમિકલ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 42 પર પહોંચ્યો છે. બરવાળાના 45 વર્ષીય ગિરીશ વશરામ ભાઈનું સારવાર બાદ મૃત્યુ થયું છે. બોટાદ કેમિકલ લઠ્ઠાકાંડ બાદ 95 અસરગ્રસ્તોને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા અને બરવાળા કેમિકલ લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 42 પર પહોંચ્યો છે અને હજુ પણ કેમિકલ લઠ્ઠાકાંડની અસરથી 60થી વધુ લોકો સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં 21 આરોપીઓની ધરપકડ કરી છે.
આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફ્રરન્સ કરી હતી અને રોજીદ ગામના સરપંચના પત્ર મુદ્દે સંઘવીએ સ્પષ્ટતા કરી હતી કે રોજીદ ગામના સરપંચના પત્ર બાદ છ વખત તે વિસ્તારમાં દરોડા પડાયા છે. 20 દિવસથી દેશી દારૂના અડ્ડાઓ બંધ થયાના નાગરિકોના અહેવાલો છે. દેશી દારૂના અડ્ડાઓ બંધ હોવાથી કેમિકલ લાવી વહેંચવા બુટલેગરો મજબૂર બન્યા છે.
સંઘવીએ કહ્યું કે કોઇ પણ દૂષણને ડામવા માટે સરકાર કટિબદ્ધ છે અને દરેક ગામોમાં પોલીસ કડક પગલા ભરવા માંગે છે તેમજ આ પ્રકારની કોઇ પણ ઘટના બને તો સ્ટેટ મોનિટરિંગ સેલને જાણકારી આપવા લોકોને અપીલ કરવામાં આવે છે અને કેમિકલ કાંડ કે લઠ્ઠાકાંડ અમે હાથ અધ્ધર કરવા માંગતા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.