આ ઘાતક કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર એ છે કે, ઇફકોએ ખાતરના ભાવમાં કમરતોડ વધારો કર્યો છે. ડીએપી ખાતરની બેગ પર રૂા.૭૦૦ સુધી ભાવ વધ્યાં છે જ્યારે એએસપી ખાતરમાં રૂા.૩૭૫નો ભાવ વધારો થયો છે. એનપીકે ખાતરમાં ભાવ વધારો થતાં ખેડૂતો પર મોઘવારીનો માર પડયો છે.
કોરોનાના કેર વચ્ચે ખેત મજૂરોની ખેંચ વર્તાઇ રહી છે. આ ઉપરાંત ખેતપેદાશોના પુરતા પોષણક્ષમ ભાવો મળતા નથી ત્યાં ખાતરના ભાવમાં કમરતોડ વધારો થયો છે.
આ જ પ્રમાણે એએસપી ખાતરની એક બેગનો ભાવ રૂૉ.૯૭૫થી વધીને રૂા.૧૩૫૦ થયો છે. એનપીકે ૧૨ઃ૩૨ઃ૧૬ ખાતરની બેગનો ભાવ રૂા.૧૧૮૫થી વધીને હવે રૂા.૧૮૦૦ થયાં છે એટલે બેગ દીઠ રૂા.૬૨૫નો વધારો થયો છે. આ જ પ્રમાણે, એનપીકે ૧૨ઃ૩૨ઃ૨૬ ખાતરની બેગનો ભાવ રૂા.૧૧૭૫થી વધીને રૂા.૧૭૭૫ થયા છે. આ ખાતરની બેગ દીઠ રૂા.૬૦૦નોવધારો નોંધાયો છે.એએસપી ખાતરના ભાવ રૂા.૯૭૫થી વધીને રૂા.૧૩૫૦ થયાં છે
ગુજરાત કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયાએ એવો આક્ષેપ કર્યો હતોકે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે જ ખાતરનો ભાવવધારો કરી દેવાયો હતો પણ ખુદ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ આ વાતને નકારીને ખેડૂતોને અંધારામાં રાખ્યા હતાં. તા.૧લી એપ્રિલથી ખાતરના ભાવવધારો અમલ કરી દેવાયો છે તેમ છતાંય ગુજરાતમાં ઇફકોએ તા.૬ એપ્રિલે પત્ર જાહેર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.