IFSCના હેડક્વાર્ટર માટે મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે ટકરાવના ભણકારા

લોકડાઉન વચ્ચે ઈન્ટરનેશલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટરનુ હેડક્વાર્ટર મુંબઈથી ગાંધીનગર ખસેડવાના નિર્ણયના પગલે મહારાષ્ટ્રના સત્તાધારી પક્ષોએ વિરોધ શરુ કર્યો છે. જેના પગલે બંને રાજ્યો સામને આવી જાય તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે.

આ મુદ્દે આરોપો અને પ્રત્યારોપોનો દોર શરુ થઈ ચુક્યો છે. નાણાકીય સેવાઓ નિયમિત કરવા માટે સરકારે આ સેન્ટર શરુ કરવાની જાહેરાત કરી હતી. જોકે હવે તેનુ હેડક્વાર્ટર મુંબઈ નહી બલ્કે ગાંધીનગરમાં હશે. આ પહેલા તેને મુંબઈમાં રાખવાનો નિર્ણય કરાયો હતો.

એનસીપીના અધ્યક્ષ શરદ પવારનુ કહેવુ છે કે, દેશની આર્થિક રાજધાની મુંબઈનુ મહત્વ ઓછુ કરવા માટે મોદી સરકારે  ઈન્ટરનેશલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ગાંધીનગર ખસેડ્યુ છે.અમે પીએમ મોદીને આ નિર્ણય પર ફરી એક વખત વિચાર કરવા માટે કહી રહ્યા છે.

શિવસેનાના સાંસદ રાહુલ શેવાલેએ નારાજગી વ્યક્ત કરતા કહ્યુ છે કે, જોઆ સેન્ટર મુંબઈમાં નહી બને તો મુંબઈમાંથી થતા ટેક્સ કલેક્શનને પણ રોકી દેવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે કહ્યુ છે કે, મહારાષ્ટ્ર સરકાર સાથે કેન્દ્રે દગો કર્યો છે.2007માં આ સેન્ટરનુ હેડક્વાર્ટર મુંબઈમાં જ બનાવવાની ભલામણ આ માટે બનાવાયેલી સમિતિએ કરી હતી.

બીજી તરફ ભાજપે સત્તાધારી કોંગ્રેસ, એનસીપી પર દોષનો ટોપલો ઢોળતા કહ્યુ છે કે, 2007માં જ સમિતિએ સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. 2014 સુધી મહારાષ્ટ્ર કે કેન્દ્ર સરકારે તેના પર કોઈ ધ્યાન આપ્યુ નહોતુ. 2007માં વાઈબ્રન્ટ ગુજરાત સંમેલનમાં તતત્કાલિન પીએમ નરેન્દ્ર મોદીએ ઈન્ટરનેશલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટરને ગુજરાતમાં ડેવલપ કરવાનુ નક્કી કર્યુ હતુ. ગુજરાત સરકારે  સેન્ટરની ગતિવિધિ શરુ કરવામ માટે તમામ ઔપચારિકતાઓ પૂરી કરી હતી

પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યુ હતુ કે, આજે જે લોકો આરોપ લગાવી રહ્યા છે તે 2007 થી 2014 સુધી ચૂપ કેમ રહ્યા હતા તે વાતનો જવાબ આપે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.