આઈઆઈટી કાનપુરના પ્રોફેસરે આપી ચેતવણી,મે મહિનામાં મળી શકે છે રાહત

કોરોના પર નજર રાખનારા વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોના વાયરસની ગતિને લઈને ડો. વીકે પોલે કહ્યું છે તે આવનારા 4 અઠવાડિયા ખાસ રહેશે. આઈઆઈટી કાનપુરની ટીમે ગણિતિય મોડલના આધારે કહ્યું છે કે દેશમાં કોરોનાની લહેર 20-25 એપ્રિલસુધીમાં તેના પીક પર હશે.

આઈઆઈટી કાનપુરના પ્રોફેસરે કહ્યું કે કોરોનાની બીજી લહેર પહેલાથી વધુ સંક્રામક છે. 15 એપ્રિલ પહેલા કેસ 2 લાખને પાર કરી ચૂક્યા છે અને હજુ પણ કોરોના સંક્રમણ ઘટી રહ્યુ નથી. ટીમે ગણિતિય મોડલથી કોરોના પર નજરી રાખી છે તો 20-25 એપ્રિલ સુધી આ આક 2 લાખ થવો જોઈતો હતો

દરેક રાજ્યોમાં સ્થિતિ સામાન્ય થશે. તો મે મહિનાના અંત સુધીમાં કોરોના ઘટી શકે છે. વેક્સીન આવ્યા બાદ લોકોની બેદરકારીના કારણે કોરોનાના કેસ વધી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.