નોન બેન્કિંગ નાણાં કંપની ઈન્ફ્રાસ્ટ્રકચર લિઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ (IL&FS) સપ્ટેમ્બર ૨૦૧૮માં નાદારીમાં ગઈ ત્યારે પણ તેનાં પૂર્વ ડિરેકટર્સ વેતન પેટે કરોડોની જંગી રકમ ઘર ભેગી કરતા રહ્યા હતા તેવું કંપનીનાં ૨૦૧૮-૧૯નાં વાર્ષિક રિપોર્ટ પરથી જાણવા મળે છે. સરકારે ઓક્ટોબર ૨૦૧૮માં કંપનીનાં બોર્ડની પુનઃ રચના કરી તે પહેલા પૂર્વ ડિરેકટર્સે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નાં પહેલા છ મહિનામાં વેતન પેટે જંગી રકમ મેળવી હતી.
હરિશંકરન કે જેઓ વાઈસ ચેરમેન અને એમડી હતી તેમણે સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી વેતન પેટે રૂ. ૬.૩૮ કરોડ ઘર ભેગા કર્યા હતા. પૂર્વ ડિરેકટર રવિ પાર્થસારથીએ નોન એક્ઝિક્યુટિવ ડિરેકટર તરીકે ૧ એપ્રિલ ૨૦૧૮થી ૨૧ જુલાઈ ૨૦૧૮ સુધીમાં તેઓ નિવૃત થયા ત્યાં સુધીમાં રૂ. ૪ કરોડની તગડી રકમ મેળવી હતી.
અરુણ કે સાહા કે જેઓ અગાઉ જોઈન્ટ એમડી અને સીઈઓ હતા તેમણે વેતન તરીકે રૂ. ૬.૮૮ કરોડની રકમ મેળવી હતી. તેઓ પેટા કંપનીઓ અને ગ્રૂપ કંપનીઓનાં હોલ ટાઈમ ડિરેકટર પણ હતા. અગાઉનાં સ્વતંત્ર ડિરેકટર્સને પણ કમિશન સહિત તગડું વેતન અપાયું હતું. IL&FSનાં એક કર્મચારીનો વાર્ષિક પગાર રૂ. ૧૩.૧ લાખ હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.